________________
દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્ર/ પુરૂષ અપના મિત્ર અપને હી હૈ. બાહરમેં મિત્ર ખોજના વ્યર્થ હૈ ..
પુરૂષાર્થ સાધન કરવામાં સમર્થ હે પુરૂષ=હે શિષ્ય! તમે પોતે જ તમારી જાતના મિત્ર છે. પિતાના આત્માનું કલ્યાણ કરવામાં ઉદ્યોગી બની જે તમે સંયમને ભાર અંગીકાર કરેલ છે, તેમાં તમારી આત્માથી અતિરિક્ત બીજા કોઈ સહાયક નથી. શ્રુતચારિત્રરૂપ ધર્મનું આચરણ કરવાથી આત્મા અપ્રમાદી બને છે. પ્રમાદથી રહિત આત્મા જ આત્માને એકાંતિક તથા આત્યન્તિક પરમ સુખને જનક રહેવાથી ઉત્કૃષ્ટ બંધુ છે. માટે જ્યારે આત્માને આત્માથી અતિરિક્ત આ અવસ્થામાં કે વાસ્તવિક દષ્ટિથી બંધુ-સહાયક છે જ નહિ, તે પછી હે આત્મન ! પિતાનાથી સદા ભિન્ન રહેલાઓને તે પોતાના સહાયક માનવાની ચાહના શા માટે કરે છે?
ભાવાર્થ–આત્માથી સદા ભિન્ન રહેલા એ સાંસારિક સમસ્ત પદાર્થ–ભલે સ્ત્રી પુત્ર મિત્ર આદિ હોય, ચાહે હિરણ્ય સુવર્ણ આદિ હોય. તને સાંસારિક કાર્યોમાં જ સહાયક બને છે પરમાર્થિક કાર્યોમાં નહિ. આત્માને તેના મમત્વથી નિરંતર જ જન્મ, જરા અને મરણાદિક અનેક પ્રકારના અનંત કષ્ટોને સામને કરે પડે છે. તે કષ્ટોના સ્થાનભૂત આ સંસારસમુદ્રમાં તેને વારંવાર ગોથા ખાવા પડે છે માટે તેના પિતાના સહાયક માનવા તે શત્રુને સહાયક માનવા બરાબર છે. માટે હે શિષ્ય ! એ નિશ્ચય વિશ્વાસ રાખીને પોતાની સંયમ યાત્રાને નિર્વાહ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૩૧