________________
અથવા સંયમની આરાધના કરવામાં દત્તાવધાન મહર્ષિ અરતિ અને આ નંદથી કોઈ પ્રયજન જ નથી.
તાત્પર્ય એ છે કે–સંયમની આરાધના કરવામાં તત્પર મહર્ષિને જ્યારે કે કારણથી પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગની ઉપસ્થિતિ થાય છે તે વખતે તેને તેનાથી અરતિ થતી નથી. પણ તેને તે વખતે તે વિચાર આવે છે કે આ આત્માએ પૂર્વભવમાં નરક નિદાદિ ગતિમાં સુધા તૃષા આદિ જનિત તેમજ વધ અને બંધન આદિથી ઉત્પન્ન થયેલ જે ઘેરતર દુઃખ અનન્ત વાર ભેગવેલ છે તેની અપેક્ષા અલ્પ દુખજનક આ પરિષહ અને ઉપસર્ગ કઈ ચીજ છે? તથા ઋદ્ધિ રસ, શાતા આદિની ઉપસ્થિતિ હોવા છતાં પણ તેને હર્ષ અગર સુખ થતું નથી. કારણ કે તે સમય પણ તે એજ વિચાર કરે છે કે આ આત્માએ પૂર્વ દેવભમાં, મનુષ્યલકમાં દુર્લભ એવા અનેક પ્રકારના ઋદ્ધિ આદિ જન્ય સુખને અનંતવાર ભેગવેલ છે તે સમુદ્રના તુલ્ય તે સુખની સામે બિંદુ તુલ્ય આ ઋદ્ધિ આદિના સુખની શું ગણના છે. કહ્યું પણ છે –
“ન તૃણોત્તિ ચા મા, ૨વિસ્તવ્યને /
સ નામ તેણુ વૃત્તોડક્નો, ચતો રામાનુદિ ? . ” હે આત્મા ! જ્યારે અનંત વાર સેવી ચુકેલા તે કામેથી જ્યારે તું તૃપ્ત ન થયે, ઉલટું તેના ભેગવવાથી તારેએ અંત થયો, તે પછી તેના ભેગવવાથી તને શું લાભ છે? માટે તે વસ્તુથી વૈરાગ્ય જ લે સર્વ શ્રેયસ્કર છે.
તેથી તે સંયમીને જોઈએ કે તે અરતિ અને આનંદના કારણોમાં પણ અગ્રહ-અનપેક્ષાવાળા બની અર્થાત્ માધ્યચ્ય ભાવ રાખીને સંયમ માર્ગમાં વિચરે.
- તથા–સમસ્ત હાસ્ય અથવા હાસ્યના સ્થાનભૂત કે જેની તીર્થકરેએ નિંદા કરેલ છે, એવા વિષયકષાયોને પરિત્યાગ કરી ઇન્દ્રિયનિગ્રહી તેમજ મન, વચન અને કાયાથી સદા સાવદ્ય ક્રિયાઓથી રહિત થઈને, અથવા કમઠ-કચછપના સમાન સંવૃતશરીર થઈને તે મહર્ષિ સંયમની આરાધના કરવામાં સાવધાન રહે. સૂ૦લ્લા
પિતાના આત્માના વીર્યગુણના અવલંબનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, પણ બીજાઓની સહાયતાના સહારાથી થતું નથી. આ વાતને બતાવવા માટે કહે છે–“પુરિસા” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૩૦