SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિત્વ કિસે પ્રાપ્ત હોતા હૈ. જે મુનિ અવસ્થામાં પાપકર્મો નહિ કરવાના કારણો છે તે પ્રત્યક્ષ છે. તે આ છે–આશંકા ભય અથવા લજજા. અર્થાત્ મુનિ બનીને પણ જે પાપ કરતા નથી તેમાં પ્રધાન કારણ પરસ્પરની અથવા એક બીજાઓથી પરસ્પરમાં આશંકા ભય અથવા લજજા છે, ન કે મુનિત્વ. તેઓ (મુનિઓ) તે આ સઘળી વાતને મનમાં વિચાર કરી પાપાનુબંધી કર્મ જે પચન-પાચન અને પરિગ્રહ આદિ છે તેને કરતા નથી. અથવા–પરસ્પરની આશંકા અથવા ભયાદિથી પાપકર્મોનું નહિ કરવું તે શું મુનિપણાનું કારણ છે? આ પ્રકારની આશંકાનું સ્પષ્ટીકરણ કરે છે-“સમય તથા ઈત્યાદિ. સમય શબ્દનો અર્થ “નામ” તથા “વફા” શબ્દને અર્થ “વિચાર કરી છે અર્થાત્ જનપ્રતિપાદિત આગમના રહસ્યને વિચાર કરી જqM વિદાયg” રમાનં વિક –મુનિ પિતાના આત્માને અપ્રમાદ અને શુભ ભાવનાદિક વિવિધ ઉપાથી પ્રસન્નકરે. શુભ અધ્યવસાયપૂર્વક આગમપ્રતિપાદિત વિધિઅનુસાર જે અનુષ્ઠાન મુનિ અવસ્થામાં કરવાગ્ય કહેવામાં આવેલ છે તે સઘળા કરે તે જ અનુષ્ઠાન મુનિ પણાનું કારણ છે. આ કથન નિશ્ચયનયના અભિપ્રાયથી કરેલ છે. અથવા–પરસ્પરની આશંકાથી ભયથી, લજજાથી જે આધાકર્માદિક દેષોને પરિહાર કરે છે, અને સમયાનુસાર પડિલેહનાદિક ક્રિયાઓ કરે છે, માસખમણ અને આતાપના આદિ યોગોનું અનુષ્ઠાન કરે છે, એ સઘળી ક્રિયાઓ શું મુનિપણાનું કારણ છે યા નહિ? આ પ્રકારની શિષ્યની આશંકાને પરિહાર કરવા માટે સૂત્રકાર “કળિ” ઈત્યાદિ સૂત્ર કહેલ છે. જનશાસનમાં પદાર્થના સ્વરૂપને જાણવા માટે બે નયનું વિધાન છે. (૧) નિશ્ચયનય અને (૨) વ્યવહારનય. તેમાં પ્રથમ નિશ્ચયનયની અપેક્ષાથી જે અન્ય કોઈ સાંસારિક ઉપાધિના સંસર્ગથી રહિત થઈને અકલ્પનીય વ્યાપારથી દૂર થયેલ છે, આ પ્રકારનું તેનું રહન–સહન જ તેના મુનિપણાનું કારણભૂત છે. કારણ કે શુભ અંતઃકરણના પરિણામથી શાસ્ત્રોક્ત વિધિ–અનુસાર પિતાની ક્રિયાઓને કરવાવાળી વ્યક્તિને જ મુનિપણું થાય છે. બીજાને નહિ. વ્યવહારનયની અપેક્ષાથી તે જે પરસ્પરની આશંકા અને ભયાદિક કઈ કારણના વશથી આધાકર્માદિક દેને પરિહાર કરે છે, સમયાનુસાર પ્રતિલેખનાદિ કિયાઓને તેમજ માસક્ષપણાદિક તપને આચરે છે, તે વ્યક્તિના મુનિપણામાં એ સઘળી વાતે કારણ બને છે. વ્યવહાર, નિશ્ચય હેતુ થાય છે. આ પ્રકારના વ્યાવહારિક અનુષ્ઠાન નિશ્ચયનયની અપેક્ષાથી મુનિપણાના કારણભૂત શુભ અધ્યવસાયના ઉત્પાદક બને છે. નિશ્ચય મેળવવા માટે વ્યવહારનું અવલંબન લેવું જ પડે છે. જેમ નદી આદિનું તરવું હાથપગ આદિના ચલાવવારૂપ વ્યવહાર કર્યા વગર, અને રજજુ–રસ્સી અગર સીડી આદિના અવલંબન વિના મકાન ઉપર ચઢવું બની શકતું નથી કે સૂત્ર ૩ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨ ૨૩
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy