________________
આ સંસારમાં મનુષ્ય ભવની પ્રાપ્તિ મહા દુર્લભ છે. કદાચ કઈ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી આ મનુષ્યભવની પ્રાપ્તિ તમને મળી છે તે તમે આ અમૂલ્ય
જીવનને વ્યર્થ હિંસાદિક કાર્યોમાં લગાવીનષ્ટ ન કરે. આ વાતને સમજાવતાં સૂત્રકાર શિષ્ય પ્રતિ કહે છે મનુષ્ય ભવ સિવાય બીજા કેઈ પણ ભવમાં સંપૂર્ણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ જીવને થતી નથી. માટે જ્ઞાનીઓએ તેની પ્રાપ્તિ દુર્લભ બતાવી છે. તેને પ્રાપ્ત કરી ના દશદ્રવ્ય પ્રાણ (૫ ઈન્દ્રિય, ૩ બળ, આયુ અને શ્વાસ-૧૦)ને વિગ કરવામાં જ તેને વ્યર્થ ગુમાવે તે બુદ્ધિમાન મનુષ્યનું કામ નથી.
આ મનુષ્યભવની પ્રાપ્તિની સફળતા તો ત્યારે જ છે કે તેનાથી સંયમનું આરાધન કરવામાં આવે અને મુક્તિ માર્ગને પથિક બની જાય, તેથી હે શિષ્ય! તમારું કર્તવ્ય છે કે તમે આ દુર્લભ મનુષ્ય ભવ મેળવીને વ્યર્થ હિંસાદિક કાર્યોમાં ન ફસતાં મોક્ષમાર્ગના પથિક બને, અને પિતાનાં આ મનુષ્યભવને સફળ બનાવે. એ જ સૂત્રને આશય છે. અર્થાત મનુષ્યભવમાં જન્મ પ્રાપ્ત કરી તમે પ્રાણીઓના પ્રાણને ઘાત ન કરે, “રુતિ” શબ્દ આ ઉદેશની સમાપ્તિનું સૂચક છે. “કવી”િ આ પદ બતાવે છે કે જેવું મેં ભગવાનના મુખથી સાંભળ્યું છે તેવું જ તમોને કહ્યું છે. સૂત્ર ૧૩
ત્રીજા અધ્યયનનો બીજો ઉદ્દેશ સમાપ્ત છે ૩–૨ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
२२०