________________
જન્મ મરણના અનંત કષ્ટને ભેગવી રહ્યા છે તેનું કારણ ભાવનિદ્રાનો સદભાવ જ છે. એવું સમજીને અને પ્રભુના ઉપદેશ ઉપર ધ્યાન આપીને હે મતિમાન શિષ્ય! તમે અનર્થોત્પાદક આ નિદ્રાને પરિત્યાગ કરે, અર્થાત્ સંયમધર્મમાં સદા જાગરૂક રહો, જેથી તમને જરામરણજન્ય દુઃખોથી છુટકારો મળે. એ સૂ૦ ૬
સપ્તમ સૂત્રા / યહ સંસારપરિભ્રમણરૂપ દુઃખ સાવધયિાકે અનુષ્ઠાનસે હોતા હૈ, એસા જાનકર આત્મકલ્યાણકે લિયે અભ્યઘત રહો ઇસ પ્રકાર શિષ્યકે પ્રતિ કથના
માયી ઔર પ્રમાદી વારંવાર નરકાકિયાતનાકો પ્રાપ્ત કરતા હૈ ! જો પુરૂષ શબ્દાદિ વિષયોંમેં રાગદ્વેષરહિત હોતા હૈ, માયા એવં પ્રમાદ સે દૂર રહેતા હૈ, વારંવાર મરણજનિત દુઃખકે આને કી આશંકાસે ભયભીત રહતા હૈ, વહ
શ્રુતચારિત્ર ધર્મમેં જાગરૂક હો મરણ સે છૂટ જાતા હૈ !
ફરી કહે છે –“ મન્ન” ઈત્યાદિ.
સાવદ્ય ક્રિયાઓને અનુષ્ઠાનનું ફળ જ આ સંસારના પરિભ્રમણરૂપ દુઃખ છે. એવું જાણીને હે શિષ્ય! તમે આત્મકલ્યાણની તરફ પિતાની પ્રવૃત્તિ કરે. અહીં કષાયના મધ્યવર્તી માયાનું ગ્રહણ કરવાથી અન્ય કક્ષાનું પણ ગ્રહણ થાય છે, માટે ભાવસુમ પ્રાણીનું એ ચિન્હ છે કે તે કેધાદિ કષાયથી યુક્ત બને છે, પ્રમાદસેવી–મદ્યાદિકનું સેવન કરવાવાળા બને છે “પુનર્જનને પુપિ મા પુના જનનીના શયન” વારંવાર જન્મ મરણ અને ગર્ભમાં આગમન, તેનાથી તેને છુટકારે થતું નથી. સાવદ્ય ક્રિયાઓમાં તત્પર પ્રાણી નરકનિદાદિકની અનન્ત યાતનાઓને ભેગવતાં તેનાથી પણ અધિક કષ્ટોના સ્થાનભૂત ગર્ભમાં સ્થાન લે છે.
આવા પ્રકારે ભાવસુખ પ્રાણીની જ્યારે આવી દશા થાય છે ત્યારે સંયમી મુનિનું એ કર્તવ્ય છે કે તે આ ભાવનિદ્રાને પરિત્યાગ કરે. અને પાંચ ઈન્દ્રિએના વિષયે – શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શી–માં રાગદ્વેષ રહિત બનીને માયા પ્રમાદથી પિતાની પ્રવૃત્તિને સુરક્ષિત રાખીને વારંવાર જન્મ મરણના દુઃખને પ્રાપ્ત થવાની આશંકાથી ભયભીત બની સાંસારિક દુઃખોથી છુટકારો મેળવવા માટે શ્રતચારિત્રરૂપ ધર્મમાં સદા જાગરૂક રહે. આવા પ્રકારની પ્રવૃત્તિથી જ પ્રાણી મરણથી છુટી શકે છે, અન્યથા નહિં સૂત્ર છ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૦૧