________________
હિતાવહ-ઈષ્ટ થાય છે તે તે અન્ય જીવો માટે પણ હિતાવહ થશે તેમ માની શકાતું નથી. સમ્યગ્દષ્ટિ અથવા ભવ્ય પુરૂષે માટે જે ઉપદેશથી આત્મકલ્યાણ કરવાની તરફ સતર્કતા જાગૃત થાય છે તે જ ઉપદેશથી મિથ્યાષ્ટિમાં સતર્કતા જાગૃત થતી નથી બલકે કલુષતા જાગૃત થાય છે, અથવા “રાજા હિંસક છે” એવો વિચાર કરી પશુવાદિરૂપ હિંસાધર્મનું મંડન તથા ચાર્વાકાદિક નાસ્તિકમતનું
સ્થાપન રૂ૫ કથન કરવું તે પણ ઉપદેશક માટે કલ્યાણપ્રદ માર્ગ નથી. તેનાથી અનેક અનર્થોની પરંપરા વધે છે. તથા આ પ્રકારની માન્યતા પણ શાસ્ત્રપ્રતિ. ષિદ્ધ છે, માટે બીજાઓની માન્યતાનુસાર પિતાની માન્યતાઓને દબાવીને તેની હા માં હા મેળવી જે ઉપદેશક ઉપદેશ કરે છે તે કલ્યાણકારી માર્ગ નથી. આ સમસ્ત કથનથી એ બે વાતે સિદ્ધ થાય છે કે-એક તે અવસર દેખ્યા વિના ધર્મકથા કરવામાં એકાતરૂપથી કલ્યાણ નથી તથા, બીજાઓની માન્યતાનુસાર પિતાની માન્યતા બનાવીને ઉપદેશ આપવો એ પણ કલ્યાણકારી માર્ગ નથી. હવે આવું છે તો ઉપદેશ કેવો હોવો જોઈએ ? તેને માટે સૂત્રકાર કહે છે કે–સર્વ પ્રથમ ઉપદેષ્ટા શ્રોતાઓને ભલી પ્રકાર દેખીને ચિત્તમાં એ વિચાર કરે કે જે આ મને ધર્મ વિષે પૂછે છે તે પુણ્યાત્મા છે યા છાત્મા છે? અથવા વક છે યા જડ છે? અગર વક અને જડ બને સ્વભાવવાળા છે? કયા દેવના ઉપાસક છે? ક્યા મતના અનુયાયી છે–સાંખ્યમતના યા બૌધ ધર્મના ? ઉપલક્ષણથી મિથ્યાદષ્ટિ છે યા સમ્યગદષ્ટિ? એ પણ જાણી લેવું જોઈએ આ જે મને ધર્મવિષયક પ્રશ્ન પૂછે છે તે કયા અભિપ્રાયથી પૂછે છે? ઈત્યાદિ સર્વ વાતને વિચાર કરી ઉપદેશકોએ ધર્મને ઉપદેશ દેવો જોઈએ. સાથમાં દેશકાળાદિકનો પણ વિચાર કરવો આવશ્યક છે. જે ઉપદેશક આ પ્રકારની સમસ્ત વાતને વિચાર કરી ઉપદેશ આપે છે તે વાદિઓના માનનું મર્દન કરીને પોતાના સિદ્ધાંતની સ્થાપના કરવામાં સમર્થ થાય છે. આ પ્રકારે ગણધરાદિકોથી પ્રશંસિત તે ઉપદેશક આઠ પ્રકારના કર્મરૂપી પાશથી જકડાયેલા પ્રાણીઓને પિતાના ધર્મ ઉપદેશથી સંસારરૂપી કારાગારથી મુક્ત કરે છે. તેવા ઉપદેશક જ ઉર્ધ્વદિશા અદિશા તથા આ તિર્યશ્લેકમાં અને સમસ્ત દિશાઓમાં સર્વ પરિજ્ઞાચારી થાય છે. સમસ્તપરિજ્ઞાનું નામ સર્વપરિજ્ઞા છે. સર્વપરિજ્ઞાથી જેનું આચરણ કરવાનો સ્વભાવ છે તેનું નામ સર્વ પરિજ્ઞાચારી છે. પરિજ્ઞા બે પ્રકારની છે. (૧) જ્ઞ–પરિજ્ઞા અને (૨) પ્રત્યાખ્યાન–પરિજ્ઞા, આ બંને પ્રકારની પરિજ્ઞાથી તે યુક્ત બને છે. અર્થાત સમસ્ત હેય અને ઉપાદેયમાં તે કુશળ બની જાય છે. તેને ભાવ એ છે કે-જ્ઞપરિજ્ઞા બે પ્રકારની છે. (૧) છદ્મસ્થસંબંધી અને (૨) કેવળજ્ઞાની સંબંધી છદ્મસ્થસંબંધી પરિજ્ઞા–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનના ભેદથી ચાર પ્રકારની છે. કેવળજ્ઞાનીસંબંધી પરિજ્ઞા એક કેવળજ્ઞાનરૂપ જ છે, તેના ભેદ નથી. પ્રત્યાખ્યાન-પરિણા પણ મૂલગુણ અને ઉત્તરગુણના ભેદથી બે પ્રકારની છે. જે ઉપદેશક વિધિના કથનને ગુણોને જ્ઞ–પરિજ્ઞાથી જાણીને અને
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૮૫