________________
કાળ અને ભાવના પરિજ્ઞાનમાં નિપુણ હોય છે, રવસિદ્ધાંત અને પરસિદ્ધાંતના જે જાણકાર છે પરિષહ અને ઉપસર્ગ સહન કરવામાં જે શક્તિશાળી હોય છે, કર્મરૂપી મહાસુભટોની ઘટાને હઠાવવામાં ઉપાયે યોજવામાં જે નિપુણ હોય છે, રાગ અને દ્વેષરૂપી ધેળા અને કાળા નાગના ભયંકર વિષનું શમન કરવામાં જે વિષવૈદ્યસમાન છે, કષાયરૂપી અગ્નિની જવાલાજન્ય સંતાપને શાંત કરવામાં કુશળ છે અને જે ભયંકર આ સંસારરૂપી અટવીથી પાર થવામાં અદ્વિતીય નિપુણ હોય છે.–મનુષ્યના તે પૂર્વોક્ત દુઃખોની, અથવા પ્રાણાતિપાતાદિથી ઉપાર્જીત જ્ઞાનાવરણાદિક અષ્ટવિધ કર્મોની પરિજ્ઞાને નિરંતર પ્રકટ કરતા રહે છે તે પિતાના દિવ્ય ઉપદેશદ્વારા “કર્મ કેવી રીતે બંધાય છે ? બંધ શું છે? બંધના કયા કયા કારણે છે ? બંધ કેવી રીતે થાય ? અને મોક્ષનું કારણ શું છે?” આ બધી બાબતો સ્પષ્ટ રીતે સમજાવે છે. તેના દિવ્ય ઉપદેશરૂપ શાસ્ત્રના ધર્મોપદેશક નિકટ શ્રવણ કરવાવાળા તથા તેના મતાનુસાર ચાલનાર વ્યક્તિનું એ પ્રધાન કર્તવ્ય છે કે તે તેને આવા પ્રકારના દિવ્ય ઉપદેશને કે જ્ઞાનાવરણીયાદિક કર્મોને એ જીવ આ પ્રકારે બાંધે છે અને તજજન્ય તેવા દુદખેને નિત્ય ભેગવતા રહે છે. આ સઘળી વાતોને-જ્ઞ–પરિજ્ઞાથી જાણીને, અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી ત્રણ કરણ ત્રણ યોગદ્વારા તે સઘળાને ત્યાગ કરે, તથા “ફરીથી નવીન કર્મોને આશ્રવ ન બને તેવા પ્રકારથી પોતાની પ્રવૃત્તિને સંભાળી રાખે.
ધર્મોપદેશક કેવા હોય છે? એ વાતને ખુલાસે કરતાં કહે છે-“શે અળસી” ઈત્યાદિ.
તીર્થંકરાદિદ્વારા પ્રતિપાદિત સિદ્ધાંત સિવાય અન્ય સિદ્ધાંતમાં જેની ઉપાદેય રૂપથી આસ્થા થતી નથી તેનું નામ અનન્યદર્શી છે. બીજા સિદ્ધાંતને ગ્રહણ કરવાની જેની દૃષ્ટિ થાય છે તે અન્યદશી છે, તેનાથી વિપરીત અનન્યદશી છે. જે અનન્યદશી છે તે અનન્યારામ છે. અર્થાત્ જેની રૂચી વીતરાગપ્રતિપાદિત તોમાં જ એકતાન રૂપથી તલ્લીન છે, તે તેથી અતિરિક્ત મિથ્યાષ્ટિઓના શાસ્ત્રોમાં કદી પણ રતિશાળી થતા નથી, બલ્ક તેના સિદ્ધાંતોની
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૮૧