________________
ઠેષ ન કરે. શાસ્ત્રનો એ ઉપદેશ છે કે “
રજુ ૪ મgવપકુ તોવિજ્ઞમુવાપણુ, તુ વા ૪ વ સકળ રચાર ઘોઘં” ઇન્દ્રિયને વિષય ભલે મનેસ હોય અગર અમનેશ હોય, શબ્દ ભલે કર્ણપ્રિય હોય, અગર કર્ણકટક હાય, સંયમીએ તેમાં કઈ વખત પણ ન આનંદ માનવે જોઈએ કે ન રૂષ્ટ થવું જોઈએ. સંસારમાં બધી સામગ્રી છે. બુદ્ધિમાન સંયમી તે જ છે જે આમાંથી કેઈમાં પણ ન ફસે અને બધામાં સમતાભાવસંપન્ન બની પોતાના લક્ષ્યની સિદ્ધિમાં તત્પર રહે. અસંયમ જીવનની જે આ આત્મપરિણતિ છે કે “મારી પાસે પહેલાં આટલું ધન હતું, હવે આટલું છે, આગળ વળી વધારે થઈ જશે આ સધળાને પરિત્યાગ કરી આપો. અઢીદ્વીપમાં જ સંયમમાર્ગની આરાધના કરવાને સુઅવસર હાથ આવે છે. બાકી આ તિર્યશ્લેકમાં આ સંયમભાવની આરાધના બની જ શકતી નથી, માટે મમત્વરૂપ સંકલ્પવિકલ્પમય માનસિક તુષ્ટિને પરિહાર કરે, કારણ કે એ ઐશ્વર્ય, રૂપ અને બલ આદિમાં કરેલા માનસિક સંકલ્પ વિકલ્પની જાલ આત્મા માટે મહાન અનર્થકારી છે. એ પદાર્થો હોય તે આત્માને એનાથી કઈ લાભ નહિં. ન હોય તે તેના અભાવમાં આત્માને કેઈ હાનિ નહીં. આત્માની જે નિજ ચીજ છે તે તેના સંગ અને વિયેગમાં નથી સારી બનતી અને બગડતી પણ નથી. એ ખ્યાલ કરી બાહ્ય વસ્તુમાં સંયમીએ પિતાનું અંતઃકરણે આસક્તિયુક્ત નહિં કરવું જોઈએ.
અથવા શિષ્યને સમજાવતાં સૂત્રકાર કહે છે કે હે મેધાવી ! પિતાના મનુષ્ય જીવનને સફળ બનાવવા માટે જે સંયમ જીવન તમે અંગીકાર કર્યું છે, તેનાં જે આ પાંચ મહાવ્રતની તમે આરાધના કરી રહ્યા છે તે એ સદા ધ્યાનમાં રાખે કે તેમાં જે પહેલાં અતિચાર લાગી ચુકેલ છે તેની નિંદા કરે. વર્તમાનમાં અતિચાર ન લાગી જાય તેની સંભાળ રાખે અને આવતા કાળમાં લાગવાવાળા અતિચારનું પ્રત્યાખ્યાન કરે. કર્મના વિપાકના જ્ઞાતા મુનિ વાચિક સંયમને ઉપલક્ષણથી કાયિક અને માનસિક સંયમને ભલી પ્રકારે ગ્રહણ કરી કામણ શરીરથી અથવા કર્મ જન્ય આ ઔદારિક શરીરથી રહિત થઈ જાય છે, અર્થાત્ મેક્ષને ભાગી બની જાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૭૬