________________
આ પ્રકારે જે પોતાના દ્વારા ઉપાર્જિત મદ્યાદિ પાંચ પ્રકારના પ્રમાદને વશ બનીને ઇનોક્ત છ પ્રકારના વ્રતોના પાલનને છિન્નભિન્ન રૂપમાં કરી નાંખે છે. અથવા જિન ભગવાને આ વ્રતોના પાલન માટે જે વિધિ બતાવી છે તે વિધિવિધાનથી વિપરીત વિધિ-વિધાન લઈને જે વ્રતનું આરાધન કરે છે, અથવા જિનશાસન પ્રતિપાદિત વ્રતોથી વિપરીત વ્રતને જે પાળે છે તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. સંયમી માટે છ વ્રતોનું પાલન આવશ્યક બતાવ્યું છે, તે કદાચ પાંચ પ્રકારના પ્રમાદમાં પતિત થઈને પોતાની ઈચ્છાનુસાર પ્રથમ વ્રતનું આચરણ કરે અને બીજાનું આચરણ ન કરે, તથા ત્રીજાનું આચરણ કરે અન્યનું નહિ. તે આ પ્રકારના વ્રતારાધનથી તેના સંસારના બંધનને અંત આવી શકતો નથી. માટે વ્રતોના પાલન કરવાની વિધિ જે પ્રકારે શાસ્ત્રોમાં વર્ણિત છે તેવી વિધિથી વ્રતોની આરાધના કરવી જોઈએ. જે વ્રતોનું પાલન સંયમી માટે બતાવ્યું છે તેના સિવાય કદાચ તે અન્ય વ્રતોની આરાધના કરે છે તો આવા પ્રકારની તેની સ્વચ્છેદવૃત્તિ તેને ભવનો અંત કરવાવાળી નથી બનતી. ઉલ્ટી તેને અનંત સંસાર વધારવાવાળી થશે, કારણ કે આ પ્રકારની તેની માન્યતામાં વીતરાગ પ્રભુની આજ્ઞાને ભંગ થાય છે તે ભંગ જ મહાન અનર્થને, અને ભવની અનંત પરંપરાને વધારવાના કારણ રૂપ બને છે.
અથવા–જે સંયમી પાંચ પ્રકારના પ્રમાદોનું આસેવન કરે છે તે પોતાના સંસારને વધારે છે તે પણ “વધે ઘટવ” એ પદથી પ્રગટ થાય છે. “ “વ” તેની છાયા “ત્રd” જ્યારે હોય છે ત્યારે પૂર્વોક્ત રૂપથી તેને અર્થ સંગત થાય છે. પરંતુ જ્યારે “વ” તેને અર્થ “વન્તિ મન્તિ જત્તા ન શર્મા અન સ વ ” આ વ્યુત્પત્તિ અનુસાર કરવામાં આવે તે તેને અર્થ સંસાર થશે, કારણ કે પ્રાણું પોતાના ઉપાર્જિત કર્મો દ્વારા સંસારમાં જ પરિભ્રમણ
કરતા રહે છે.
અથવા “વયે એની છાયા “વ” જ્યારે થશે ત્યારે તેને એ પણ અર્થ થશે કે પિતાના ઉપાર્જિત મદ્યાદિકરૂપ પ્રમાદજનક કર્મથી જીવોની એકેન્દ્રિયાદિક રૂપ અવસ્થાઓ, તથા પંચેન્દ્રિના ગર્ભની અંદર કલલ અબુદાદિરૂપ, તથા દારિદ્રય અને દુર્ભાગ્યાદિરૂપ અવસ્થાઓ થાય છે. પ્રમાદનું કારણ કર્મ છે અને પ્રમાદ તેનું કાર્ય છે. આ બન્નેમાં અભેદ સંબંધથી તે અર્થ ઘટિત થઈ જાય છે. અર્થાત્ જીવોની એકેન્દ્રિયાદિક તથા કલા અબ્દદિરૂપ અવસ્થાઓ કર્મકૃત માનવામાં આવે છે, પરંતુ જે તેને આ જગ્યાએ પ્રમાદકૃત બતાવેલ છે તેનું કારણ પ્રમાદમાં તેના કારણભૂત કર્મને અભેદ–સંબંધ માનીને જ પ્રગટ કરવામાં આવેલ છે. આ પ્રકાર પ્રમાદજન્ય આ અવસ્થા–વિશેષમાં અથવા ચતુર્ગતિરૂપ આ સંસારમાં એ સમસ્ત પ્રાણી અનેક પ્રકારના કષ્ટો પડવાથી રાતદિન પીડિત થયા કરે છે. માટે જીવોના સ્વકૃત કર્મના વિપાકથી અથવા અનેક પ્રકારના પ્રમાદથી દુઃખિત અવસ્થાઓને સારી રીતે વિચાર કરી સંયમી મુનિએ પ્રાપ્તિ પીડાજનક કાર્ય સર્વથા છોડી દેવું જોઈએ. અનેક પ્રકારની દુઃખિત અવસ્થાઓથી
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૭૧