________________
જીવોની વિરાધના કરે છે. રસોઈ આદિ બનાવવા માટે અથવા ખેતી આદિની રક્ષા કરવા માટે અગ્નિને આશ્રય લે છે, તેમાં અગ્નિકાયિક અને તેને પ્રજવલિત કરવા માટે વનસ્પતિકાય તથા તેમાં રહેલા ત્રસકાય જેની પણ વિરાધના કરે છે. ગમી જન્ય સંતાપને શમાવવા માટે વાયુકાયના જીવોને પણ ઘાત કરે છે. આ પ્રકાર આ જીવ ષકાય જીવોની વિરાધના કરતાં તજન્ય પાપકર્મોના ઉદયથી દુઃખિત બની હિતાહિતના વિવેકથી વિકલ બનીને સદા વિપર્યાસ-મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે. જીવ પૂર્વભવમાં જેવા પ્રકારે તીવ્ર, મન્દ, મધ્યમાદિ પરિણામોથી જ્ઞાનાવર
યાદિ આઠ પ્રકારના કર્મોને બાંધે છે. તે પ્રકારે તેનું ફળ પણ તે ભવમાં અથવા આગામી ભવમાં ભોગવે છે, એ નિશ્ચિત સિદ્ધાન્ત છે. દુઃખ ભોગવવું પણ તેના કર્મોના ઉદયાધીન છે. જે પ્રકારે બીજ વિના વૃક્ષ થતું નથી તે પ્રકારે અશુભ કર્મોદય વિના દુઃખ પણ જીવેને પ્રાપ્ત થતું નથી. પરભવના બાંધેલા કર્મ આગામી ભવમાં પણ ઉદયમાં આવે છે, માટે જીવ એ અશુભ કર્મોદયજન્ય દુઃખથી હિતાહિતના વિવેકથી રહિત થઈને વ્યથિત થતા રહે છે. કેઈ વખત શારીરિક કષ્ટોને અનુભવ કરે છે તો કોઈ વખત માનસિક પીડાથી દુઃખી થતા રહે છે. વાસ્તવિક વસ્તુસ્થિતિથી અજાણ બનીને “સાવદ્ય વ્યાપારના આચરણથીજ હું સુખી થઈશ” એવા પ્રકારની પોતાની વિપરીત કલ્પનાથી સુખના સ્થાને દુઃખને જ પ્રાપ્ત કરે છે. અથવા–સાવદ્ય વ્યાપારનું કરવું સદા સુખદાયી થતું નથી. પોતાની આવશ્યક્તાની પૂર્તિ થવાથી અને તેની પૂર્તિ જન્ય કાલ્પનિક અ૫ સુખ ભલે મળી જાય પરંતુ તે સદા સ્થાયી નહિ. જે સુખની આશાથી આ સાવધ વ્યાપારમાં જીવ પ્રવૃત્તિ કરે છે, તેનાથી તો તેને ઉલ્ટા તે સુખના સ્થાનમાં અનન્ત કાળ સુધી ભોગવવા ગ્ય શારીરિક અને માનસિક દુઃખ જ પ્રાપ્ત થાય છે. એવું સમજીને સંયમીએ કોઈ વખતે પણ કોઈ પણ પ્રાણાતિપાતાદિકમાં પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ,
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૭૦