________________
કહતે હૈં; ઇસલિયે વે હનનાદિક ક્રિયાસે
બાલ–અજ્ઞાની પરતૈર્થિક કામભોગસ્પૃહાકી ચિકિત્સા કામભોગસેવનહી યુક્ત હોતે હૈં । પરન્તુ અનગાર એસે નહીં હોતે હૈં । ઉદ્દેશ સમાપ્તિ ।
હું શિષ્ય ! કામ સદા દુ:ખાનું મૂળ કારણ છે. માટે આ વિષયમાં પહેલાં જે કાંઈ કહેવામાં આવેલ છે અથવા આગળ પણ કહેવામાં આવશે તે સઘળું ચથા છે. તેમાં જરા પણ સંદેહનું સ્થાન નથી. એવા તમે વિશ્વાસ રાખેા. કામભોગ સદા હૈય—ત્યાજ્ય છે. એજ અમારો ઉપદેશ છે. પ્રકારથી કામભોગામાં હૈયતાના પ્રદર્શનથી ભલી ભાંતિ મેાક્ષાર્થીએ આ ઉપદેશનું શ્રવણ કરવું જોઈ એ. સૂત્રકારના આદેશ છે.
આ
આ ઉપદેશની પુષ્ટિ આ થાય છે. માટે પ્રત્યેક પ્રકારથી શિષ્યા પ્રતિ
પ્રશ્ન—આ આપના ઉપદેશમાં એવી કઈ વિલક્ષણતા છે જેના માટે આ ઉપદેશ અવશ્ય સાંભળવા પડે. બીજાના ઉપદેશથી પણ કામાકિની નિવૃત્તિ થઈ શકે છે?
ઉત્તર—જે ફક્ત શબ્દજ્ઞાની છે, પાતે પાતાને વિદ્વાન માને છે એવી વ્યક્તિ કામભોગાદિકની નિવૃત્તિ, તેનું સેવન કરવાથીજ થાય છે' એવું માને છે. અને કહે પણ છે કે–‘ જેવી રીતે ઉત્પન્ન થયેલ રોગની ચિકિત્સા દવાથીજ થાય છે તે પ્રકારે કામાદિકની ચિકિત્સા પણ તેના સેવનરૂપ દવાથીજ થાય છે. એવી માન્યતાવાળા સાચા ઉપદેશક ન બનીને ઉલ્ટા મિથ્યા ઉપદેશક જ છે. એઆ પત્થરની નાવ સમાન છે. જેવી રીતે પત્થરની નૌકા પાતે ડૂબી જાય છે અને તેમાં બેઠેલા મનુષ્યાને પણ ડુખાવે છે, તે પ્રકારે આ પોતે પણ એકતા સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્ત રહે છે અને જે એની માન્યતાના અનુયાયી હૈાય છે તે પણ એની માન્યતાનાજ પથિક બની જાય છે. તે પોતે ડૂબે છે અને પોતાના અનુયાયિઓને પણ ડૂમાવે છે. માટે તેના ઉપદેશથી કામાદિકની નિવૃત્તિ થતી નથી, વીતરાગના ઉપદેશથી જ થાય છે, જેથી તે ઉપદેશને સાંભળવાની આવશ્યકતા છે. આ ઉપદેશ પણ સાક્ષાત્ વીતરાગ પ્રભુના મુખથી નિકળેલ છે. હે જમ્મૂ ! ભગવાન પાસેથી જેવું મેં સાંભળ્યુ છે તેવું જ કહું છું.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૬૫