________________
દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્રો / સાધુકો કામભોગાશાસે યુક્ત નહીં હોના ચાહિયે; ક્યોં કિ કામભોગાશાસે યુક્ત સાધુ બહુમાયી હો કર લોભ ઔર વૈર બઢાનેવાલા હોતા હૈ ા વહ અપનેકો અમર સમઝતા હૈ, ઇષ્ટ-વિનાશ-આદિ કારણ સે વહ ઉચ્ચ
| સ્વર સે રૂદન કરતા હૈ ..
જ્ઞાનીજન દેહનું ઉક્તસ્વરૂપ જાણુને શું કરે છે, તે કહે છે “ મમ” ઈત્યાદિ.
શિષ્યને સંબોધન કરીને સૂત્રકાર કહે છે કે-હે મેધાવી શિષ્ય ! તમે શરીર અને કામગુણના વર્ણિત સ્વરૂપથી પરિચિત બની ચૂકેલ છે, તથા એ પણ જાણી ચૂક્યા છે કે–આ શરીર સ્વયં અશુચિ તથા અશુચિ કારણોથી પેદા થયેલ છે, અને ક્ષણભંગુર છે. એ શબ્દાદિ વિષય પણ કટુકવિપાકવાલા છે, માટે આ સઘળી વાતને જ્ઞ–પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાત–પરિજ્ઞાથી તેનો પરિ ત્યાગ કરી હવે છાત્રાચાર–લાળચાટનારા ન બને. અર્થાત્ જેવી રીતે વિવેકનિકલ બાળક સુખથી નીચે ટપકતી પિતાની લાળને વારંવાર ચાટે છે તે માફક તમે પણ પરિત્યક્ત આ કામગને ફરીથી ભેગવવાની અભિલાષા ન કરે. તથા મિથ્યાત્વ અને અવિરતિ આદિ જે સંસારના સ્ત્રોત-કારણ છે તેમાં પોતાના આત્માને પતનશીલ બનાવે નહિ. કારણ કે એવું કરવાથી જન્મ અને મરણના પ્રવાહનો કેઈ વખત પણ અંત આવી શકશે નહિ. માટે જ આ પ્રવાહને રોકવાની ચાહના હોય તે મિથ્યાત્વ આદિ સાંસારિક કારણોમાં પિતાની જાતને ફસાવે નહિ. શ્રતચારિત્રરૂપ પરમ આનંદમાં જ પોતાને સ્થિર કરે.
પ્રમાદી આત્માને શાંતિ મળતી નથી, એ માનેલી વાત છે, કારણ કે પ્રમાદી મનુષ્ય શબ્દાદિ વિષયેની તરફ ઝૂકતા રહે છે, તેમાં લેલુપી બની રહે છે, તેના ચિત્તમાં ભેગેની ઈચ્છા નિરન્તર રહ્યા કરે છે. “મેં આ બનાવ્યું, આ વસ્તુને હમણા કરું છું અગર કરીશ” ઈત્યાદિ અનેક સંકલ્પ વિકલ્પોના તાંતામાં ફસીને તે સાચી શાંતિનો અનુભવ ક્યારેય પણ કરી શકતો નથી. ક્ષણે ક્ષણે વિષાદી બની રહે છે, કારણ કે તેને એક સંકલ્પ પુરે થાય છે ત્યાં બીજાને પુરે કરવામાં આકુલ-વ્યાકુલ થઈ જાય છે. જે શબ્દાદિક વિષયમાં લેલુપ છે તેનું નામ તારંવાષ છે, “જો રે જાત્તે રાણા, તાન જાતિગતfમાd
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૬ ૨