________________
નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સૂત્ર ।
શાકાદિકને કાણ પ્રાપ્ત નથી કરતા તેને માટે સૂત્રકાર કહે છે ઝાચયવવું ? ઈત્યાદિ.
જ્ઞાનનેત્રયુક્ત મુનિકા વર્ણન
આ લાકસબંધી અને પરલેાકસબંધી દુઃખાનું જ્ઞાન જેને થાય છે એવા જ્ઞાનચક્ષુને આ ઠેકાણે ચક્ષુ-શબ્દથી ગ્રહણ કરેલ છે. બન્ને લોકસંબધી દુઃખાના જ્ઞાનથી જ તે ચક્ષુમાં આયતતા પ્રગટ કરેલ છે. આ આભ્યન્તર ચક્ષુથી એમ જાણવામાં આવે છે કે કામગુણ નિયમથી અનર્થકારી છે, માટે તેના પરિ ત્યાગ કરી આત્મસુખના અનુભવશાળી બંનવું જોઇએ. આવા પ્રકારના પવિત્ર વિચારથી જે તેવા સુખના અનુભવી છે, તથા જે લાવિદર્શી છે અર્થાત્ જે આ વાતને જાણે છે કે આ લાક વિષયાના સંબધથી જ અધિક દુ:ખી ખની રહેલ છે. કદાચ પ્રશમ સુખ અહી બની શકતું હાય તે તેના સાચા ત્યાગથી જ બની શકે છે. આવા પ્રકારથી જેને દેખવાના સ્વભાવ છે તેનુ નામ લેાકવિદ્ય છે, અથવા પંચાસ્તિકાયરૂપ આ લાકના, ઉર્ધ્વલાક, અધેાલોક અને તિર્થંગ્ લાકના સુખદુઃખ અને આયુબંધના કારણરૂપ કર્મને જાણવાના જેનો સ્વભાવ છે તે પણ લાકવિદી છે. લાવિદશી ભવનપતિ અને નારકી આઢિના નિવાસસ્થાનભૂત અધાભાગને, તથા સૌધ કલ્પાદિરૂપ ઉર્ધ્વ ભાગને, અને પશુ, પક્ષિ, મનુષ્યાદિના નિવાસસ્થાનરૂપ મધ્યલાકને જાણે છે. કહેવાનુ તાત્પર્ય એ છે કેલાકવિદ્ય જે કર્મના વિપાકથી જે લેાકમાં જે જીવને જન્મ થાય છે તે અધા વિષયને સારી રીતે જાણે છે.
અથવા પરિગ્રહાર્દિકનું ઉપાર્જન, તથા સંગ્રહ કરવામાં તત્પર અને કામભાગોમાં મૂતિ એવા આ લોકને વિશેષ-રીતિથી દેખવાના જેને સ્વભાવ છે તે પણ લાવિદશી છે. તે એ વાત પણ જાણે છે કેજે પ્રાણી કામભોગામાં આસક્ત છે તેનુ ચતુર્ગાંતિરૂપ આસંસારમાં વારંવાર જન્મ અને મરણ થયા કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૫૯