________________
ચતુર્થ ઉદેશકે સાથ પ્રશ્ચમ ઉદેશકા સમ્બન્ધપ્રતિપાદન
આચારાંગ સૂત્રના બીજા અધ્યયનને પાંચમો ઉદ્દેશ. ચેથા ઉદ્દેશની વ્યાખ્યા સમાપ્ત થઈ. હવે પાંચમાં ઉદ્દેશની વ્યાખ્યા શરૂ થાય છે, પહેલાં જે એમ કહેવામાં આવેલ છે કે–ભોગોથી ચિત્તવૃત્તિને હઠાવી શરીરરક્ષા માટે સંયમીએ લેકની નેસરાયથી વિચરવું જોઈએ. આ જ વિષય આ ઠેકાણે સ્પષ્ટ કરવામાં આવશે.
મૃગના બચ્ચા માફક જે સંયમી જન આ સંસારરૂપી દાવાનલથી કે જે વિષયકષાયરૂપી ભયંકર વાલાથી વ્યાપ્ત છે, ત્રાસીને નિરાબાધ શાંતિ લાભ માટે અહીં તહીં ફર્યા કરે છે. જેણે ભોગોની ઈચ્છાનો પરિત્યાગ કર્યો છે. પંચમહાવ્રતના જે આરાધક છે, અને નિર્દોષ અનુષ્ઠાનનું આચરણ કરવામાં જે સર્વથા સાવધાન છે તે પિતાના શરીરના નિર્વાહ માટે લેક–નિશ્રા (નેસરાય)થી વિચરે છે. કારણ કે આશ્રય વિના દેહની સાધના બની શકતી નથી. દેહની સાધના વિના ધર્મનું આરાધન બની શકતું નથી. અને ધર્મની આરાધના કરવા માટે દેહની સાધના, અને દેહની સાધના માટે લેકની નેસરાય સંયમીને આવશ્યક જ છે. નેસરાય પાંચ પ્રકારની છે. કહ્યું પણ છે–
“i જાનારા વંત્ર રિસ્સાદા guyત્તા, સં -એ , વાળો, રાણા, જાદવ, વારં
' અર્થાત ધર્મારાધન કરવાવાળા સંયમી જનો માટે પાંચ નિશ્રા-સ્થાન છે. શકાય, ગણ, રાજા, ગાથા પતિ અને શરીર. કદાચ દેહની સાધનાના સાધન–વસતિ, વસ, પાત્ર, ભજન, શયન અને આસનાદિક છે તે પણ એ સઘળામાં આહારની મુખ્યતા છે. સંયમીજન સાવદ્ય વ્યાપારથી ત્રણ કરણ અને ત્રણ વેગથી રહિત હોય છે. માટે તેવા આહારની ગવેષણ ગૃહસ્થને ત્યાં કરવી જોઈએ, કારણ કે ગૃહસ્થ પોતાના પરિવારના પોષણ માટે અશનાદિક પ્રતિદિન તૈયાર કરે છે. સંયમી મુનિ સંયમજીવનની રક્ષા માટે પિતાની આવશ્યકતાનુસાર ગૃહસ્થને ત્યાંથી આહાર આદિ લાવીને સંયમયાત્રાને નિવાહ કરે છે.
આ ઠેકાણે “ઘરું મો સમજુવાણિજ્ઞાતિ” એ અનન્તરસૂત્ર સાથે સંબંધ છે. ત્યાં “નિરતિચાર ચારિત્રનું પાલન લેકનિશ્રાથી થાય છે' એમ કહેલ છે. તેમાં પણ સંયમી મુનિએ આહારની શુદ્ધિને સારી રીતે ધ્યાન રાખવે જોઈએ. એ વાત આગળ ઉપર પ્રગટ કરવામાં આવશે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૪૨