________________
એવા પ્રકારની કરવી જોઈએ કે જેનાથી તેને હિંસા જુઠ ચારી આદિ આશ્રવાના અધ ન થાય.
જે સંયમી સુનિ આ પ્રકારની શુભ પ્રવૃત્તિવાળા તથા કામભોગની ઈચ્છાથી રહિત હાય છે. તથા પાંચ પ્રમાને તાબે થતા નથી તે વીર છે. અને પ્રશંસાપાત્ર છે. એવા મુનિની પ્રશંસા તીર્થંકરગણધરાદિ દેવ પણ કરે છે. પ્રશંસા મળવાનુ કારણ એ છે કે–તે સદા પોતાની આ પ્રકારની પ્રવૃત્તિથી ક્રમશઃ લિવષ્યમાં કશત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાવાળા થઇ જશે. ધન્ય છે તેઓને જે ચારિત્ર અંગીકાર કરીને પછી કોઈ પણ કારણ ઉપસ્થિત થવા છતાં પણ તે ચારિત્રથી વિરક્તિભાવ પેદા કરતા નથી. આહીં “ આવાન ” શબ્દનો અર્થ ચારિત્રનું અનુષ્ઠાન છે, કારણ કે તેનાથી જ સકલ કર્મોના ક્ષયથી ઉદ્ભૂત સર્વ પદા વિષયક ખોધ–કેવળજ્ઞાન જીવાને પ્રાપ્ત થાય છે. “ અશનવસનાદિક બીજાને તા પ્રાપ્ત થતાં જ રહે છે અલાગી હું છુ જે મને કોઇ પૂછ્યું પણ નથી. આ ચારિત્રને જેમાં લાભ દુર્લભ છે, અંગીકાર કરવાથી મને લાભ શું થયા.” આ પ્રકારે ઢઢણુ અણગાર માફ્ક સ્વયં પોતાના ગ્રહણ કરેલાં ચારિત્રની ઉપેક્ષા કરે નહિ. એવું પણ સ્વપ્નથી વિચાર ન કરે કે–“જુઓ! તે ગૃહસ્થાને ત્યાં અશન પાન ખાદ્ય સ્વાદ્ય આદિ વિવિધ વસ્તુઓ મૌજુદ છે. પરંતુ એ બધા કેટલા અવિનયી અશ્રદ્ધાળુ અને લાલી છે જે તેમાંથી મને કાંઇ પણ દેતા નથી. ” ભલે મળે, ભલે ન મળે, ભલે જરાક મળે, સાધુનુ એ પરમ કર્તવ્ય છે કે તે અને અવસ્થામાં સમભાવી રહે. દાતાની અથવા તેનાથી અપાયેલા અન્નાદિની કોઈ વખત પણ નિંદા ન કરે. અલ્પલાભ થવાથી એ એક જ માત્ર વિચાર કરે કે–મારી આ અંતરાયનો પ્રખલ ઉદ્દય છે કે જેથી મને યથેચ્છ ભાભ થતો નથી, અથવા થયા નથી, આહારાદિક નિમિત્તે પરઘર પ્રવેશ કરતી વખતે કદાચ આહારિકની યાચના કરવાથી કોઇ તેને માટે નિષેધ પણ કરે તે તે વખતે મનમાં કાઇ પણ જાતનો દુર્ભાવ લાવે નહિ, તેમજ તે ગૃહસ્થના “ હું અધર્માત્મા છે” ઇત્યાદિ ખરાખ શબ્દોથી તિરસ્કાર પણ ન કરે. અંતમાં ઉપસ’હાર કરતાં સૂત્રકાર કહે છે—આ જે પૂર્વોક્ત સાધુના આચાર પ્રગટ કરેલ છે કે—તે પોતાનાં ગ્રહણ કરેલ ચારિત્ર પ્રતિ ઉપેક્ષાભાવ રાખે નહિ, અલ્પ લાભમાં પણ સંતુષ્ટ રહે. નિષેધ કરવાથી ઘરથી શાંતિપૂર્વક પાછા ફરી જાય. માટે હે શિષ્ય ! તમે સારી રીતે અર્થાત્ પૂજા, સત્કાર, ગૌરવ અને નિદાનની ભાવનાથી રહિત થઈ ને તીર્થંકર ગણધરાદિકથી સેવિત નિરતિચાર ચારિત્રનુ પાલન કરે.“ કૃતિ પ્રવીમિ ” આ પદોના અર્થ પહેલાં સ્પષ્ટ કરેલ છે ! સૂ૦૪૫ ઇતિ ખીજા અધ્યયનના ચોથા ઉદ્દેશ સમાસ ॥ ૨-૪॥
''
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૪૧