________________
વવાની ચાહનને વશવતી બની રહે છે, તે શબ્દાદિ વિષયને ભલે નહિ ભોગવતા હોય તો પણ તેની પરિણતિ તંદુલમસ્યસમાન તે તરફ લાલસાવાળી હોવાથી સંયમનો નાશ કરવાવાળી માનવામાં આવે છે. સંયમને મૂળથી નાશ કરવાવાળા શલ્ય છે. માયાશલ્યના સદ્દભાવથી અત્રત પણ વ્રત જેવા માલમ પડે છે. માટે સૂત્રકાર કહે છે કે-હે શિષ્ય! તું આ શલ્યને દૂર કર, વ્યર્થ શા માટે તેના ફંદામાં પડીને પોતાને દુઃખી બનાવે છે? બીજા ભલે કોઈ પણ કાર્ય કરતા હોય એ તારે જોવાનું નથી, તું ફક્ત તારી જ તરફ દેખ, “તું તારું રે સંભાળ, તને બીજાની શી પડી?” તું શું કરી રહ્યો છે તે માટે સૂત્રકાર “દેવ” આ પદ ઉપર જોર દઈને શિષ્યને કહે છે.
અથવા શલ્ય શબ્દનો અર્થ અષ્ટવિધ કર્મ પણ છે, એ પહેલાં બતાવવામાં આવેલ છે કે–“તપણા નિર્જરા ૪” તપ, સંયમ પાલન કરવાથી સંવર તે થાય જ છે, પરંતુ સંચિત કર્મોની નિર્જરા પણ થાય છે. ચારિત્રારાધન દ્વારા આત્મા જેમ જેમ અવિરતિ, પ્રમાદ, કષાય, અને અશુભ યોગને નિગ્રહ કરતો જાય છે તેમ તેમ આ આત્મામાં અપૂર્વ ઉજજવલતાની જાગ્રતિ થતી જાય છે. આ ઉજવલતાની જાતિમાં આત્મા સંવર અને નિજ રાદ્વારા કર્મોને ક્રમશઃ નાશ કરીને આગળ આગળના ગુણસ્થાનોમાં ચઢતો જાય છે. એક સમય એવો પણ આવે છે કે જેમાં તેની આત્યંતિક શુદ્ધિ થઈ જાય છે. આ પ્રકારે કર્મો
છેદમાં ચારિત્રને સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ છે. માટે હે શિષ્ય! નિર્દોષ ચારિત્રારાધન કર, અને એ કર્મો ઉપર ક્રમશઃ અથવા યુગપત્ વિજય પ્રાપ્ત કર. વિષય ભેગેની ચાહનાથી એવા સુંદરતમ ચારિત્રને બગાડવા શા માટે વ્યર્થ ચેષ્ટા કરે છે? શા માટે તેને નષ્ટ ભ્રષ્ટ કરે છે? આવું કરવાથી ઉલ્ટા અનંત સંસારને વધારવાવાળા તે કર્મોના બંધન દઢ જ થશે, જે તને ભવભવમાં દુઃખ દાતા થશે, પોતાને દુઃખી કરવામાં તારેજ અપરાધ છે, તેમાં કઈ બીજું નિમિત્ત નથી. આ વાતની પુષ્ટિ “કવિદં વર્ષ યા બાદત્ય સ્વરનિ સુણમુiારિ” ટીકાકારે આ પંક્તિથી કહ્યું છે. એ દૃઢ વિશ્વાસ રાખ, જે ભોગાદિકની ચાહનામાં પડીને તું સંયમ જેવા અમુલ્ય રત્નને કલંકિત કરવામાં સંકોચ કરતું નથી. શું તે ભેગાદિકોને ભેગવવાની તારી એ ભાવના સફળ થશે? માની ત્યે કે-આ સંયમરત્નને વેચીને તે ભોગાદિક વસ્તુઓને ખરીદી લીધી, પરંતુ કદાચ તારા પ્રબળ અંતરાય-ભોગાન્તરાયનો ઉદય હોય તો પ્રાપ્ત થયેલ તે ભેગાદિકોને તું ભોગવી શકતું નથી, અથવા સંયમની ઓટમાં બેસીને ભોગાદિકની
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧ ૩૫