________________
જાઈશ ત્યારે નિયમથી નિરંતર આ વિષયાદિકોનું મનમાફક સેવન કરીશ. કદાચ મને નિરોગતા પ્રાપ્ત કરવામાં પોતાનું સર્વસ્વ પણ અર્પણ કરી દેવું પડે તો કોઈ ચિંતા નહિ, જીવન રહેશે તો પછી ફરીથી ધન થાશે. ધન કેના માટે છે? જે સંસારિક મેજમજા ન કરી તે આ દ્રવ્યની પ્રાપ્તિથી લાભ પણ શે ?” ઈત્યાદિ અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પોથી અશાંતચિત્ત બની નિરંતર સંતત રહ્યા કરે છે, આ પ્રકારની સંતપ્તતાનું કારણ ફક્ત આ જીવની વિષયસંબંધી આસક્તિ જ છે.
તે સંયમી મુનિ ધન્ય છે જે વિષયાદિકસેવનના કટુક વિપાકને જાણીને તેનાથી સર્વદા પોતાની રક્ષા કરે છે, પરંતુ જે તેના કટુક વિપાકથી અનભિજ્ઞ બનેલા છે એવા કેટલાક બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા મનુષ્ય જ આ વિષય જાળમાં ફસીને પોતાને આલોક અને પરલોક બનેને બગાડીને નાના પ્રકારના કષ્ટોને અનુભવ કરવાવાળાં થાય છે. વિષયને બને ભોમાં કષ્ટકારક જાણીને સંયમી મુનિએ ભેગાસક્તિથી સર્વદા પ્રોતાની રક્ષા કરવામાં સાવધાન રહેવું જોઈએ, એ જ આ સૂત્રને આશય છે. આ સૂ૦ ૧.
દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્રો / ભોગસાધન ધનકી વિનાશશીલતાના વર્ણના
ભોગોના સાધનભૂત ધનની વિનશ્વરતા દેખાડતાં સૂત્રકાર કહે છે – “વિવિધ કવિ” ઈત્યાદિ.
આ સૂત્રની વ્યાખ્યા ત્રીજા ઉદ્દેશમાં સારી રીતે આપવામાં આવેલ છે. તે જગ્યાએ સામાન્યતયા ધનની અસારતા પ્રગટ કરેલ છે. આ ઠેકાણે ભોગ અને ઉપભોગમાં કામ આવવાવાળા સાધનભૂત ધનની અસારતા બતાવવામાં આવેલ છે, કારણ કે સાંસારિક ભોગ અને ઉપભોગનું કારણ ધન જ છે. તેના સદૂભાવમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧ ૩૩