________________
ઘાતિયા કર્મીના અભાવથી ઉત્પન્ન સર્વજ્ઞ અવસ્થા પણ શેષ નામકર્મની પ્રકૃતિચાના ભવિષ્યમાં ત્યાં વિલયહેવારૂપ સાધ્યની સિદ્ધિ કરાવવામાં અવિનાભાવી હેતુ છે માટે આ અવિનાભાવી હેતુથી ત્યાં સાધ્યની સિદ્ધિ થવામાં કોઈ અડચણ આવતી નથી.
પ્રશ્ન—પોતાના સાધ્યને સિદ્ધ કરવામાં હેતુની સિદ્ધિ પ્રધાન માનવામાં આવે છે. જે સાધ્યનો હેતુ સિદ્ધ થતો નથી ને પેાતાના સાધ્યની સિદ્ધિ કરી શકતો નથી. સાધ્ય અસિદ્ધ થાય છે, હેતુ તો સિદ્ધ થવા જોઈએ.
ઉત્તર—હેતુ સિદ્ધ જ છે. અસિદ્ધ નહિ. ભૂત ભવિષ્યતા અને વર્તમાન કાલીન સમસ્ત દ્રવ્ય અને તેની અનન્તાનન્ત પર્યંચાને હસ્તામલકવત્ પાહાવજીતેન ( એક કાળમાં ) જાણવાવાળા હેાવાથી તીથંકરાદિ પ્રભુ સર્વજ્ઞ છે. જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતિયા કર્મોનો સથા વનષ્ટ થવાથી તેને પેાતાની જીવનમુક્ત અવસ્થામાં કેવળજ્ઞાનરૂપી સૂર્યને પ્રાપ્ત કરેલ છે. આ પ્રશસ્તતમ અને અસાધારણ જ્ઞાનદ્વારા વિશ્વના સમસ્ત પદાર્થોને જાણતા રહે છે. તેનું જ્ઞાન સમસ્ત પદાર્થોનું જ્ઞાતા છે. એ વાત અનુમાન પ્રમાણથી સિદ્ધ થાય છે. કારણ કેજ્યારે છદ્મસ્થ જીવાને જ્ઞાનગુણમાં જાણવાની હીનાધિકતા મેળવી શકાય છે તો તેનાથી તે વાત સિદ્ધ થાય છે કે એક જ્ઞાન એવું પણ છે કે જ્યાં ત્રિકાલવી સમસ્ત પદાર્થોનું અવલોકન-જ્ઞાન યુગપત્ થાય છે. જે પ્રકારે પરિણામની તરતમતા આકાશમાં અનન્ત બનીને અટકી જાય છે તે પ્રકારે જ્ઞાનની અનન્તતા પણ તેમાં સ્થિત બનીને પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. સંસારમાં અનંત પદાર્થ છે, તેમાં કોઇ સૂક્ષ્મ છે, કાઈ ખાદર છે, કોઇ અન્તરિત છે, કેાઈ અનન્તરિત છે, કાઈ નિકટ છે, કાઇ દૂર છે. આ બધાનું યથાર્થરૂપથી પ્રતિપાદન કરવું સજ્ઞતા વિના અની શકતુ નથી, અને આ અનન્ત પદાર્થાને જાણવાવાળું જ્ઞાન પણ અનન્ત જ થાય છે. જૈનશાસ્ત્રમાં તેવા જ્ઞાનને જ કેવળજ્ઞાન કહે છે, અને આ જ્ઞાનસૌંપન્ન આત્માને સર્વજ્ઞ કહે છે.
આ વ્યાખ્યા “ નરકનિાદાદ્રિ પર્યાયાના દુ:ખ સર્વજ્ઞ નથીપ્રાપ્ત કરતાં ? તથા તે આ પ્રકારના વ્યપદેશથી રહિત હાય છે?” આ પ્રકારે વ્યતિરેકમુખથી કહેવામાં આવેલ છે. હવે ઉદ્દેશની સમાપ્તિ કરતાં સૂત્રકાર અન્વયમુખથી વ્યાખ્યા કરે છે—
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૨૮