________________
અને તે ધનને ઉપાર્જન કરવામાં કષ્ટને અનુભવ કરવાવાળા તે વ્યક્તિએ તે દ્રવ્યને જે ઘણી મુશ્કેલીથી દરિયાપારથી, મહાન પર્વતેના ઉલ્લંઘનથી, ખાણુમાં પડેલાને તેના બદવાથી, રાજાની સેવાથી અને પિતાને તેમજ બીજાને સંતાપ કરવાવાળી ખેતી-વાણિજ્યાદિરૂપ સાવદ્ય વ્યાપારથી પેદા કરેલ છે, સંચિત કરેલ છે, અને વ્યાજ આદિ દ્વારા જેની વૃદ્ધિ કરેલ છે, ભલે તે વિભાજીત ન કરે, પરંતુ ચરથી દ્રવ્યની રક્ષા કરવી એક મુશ્કેલ કાર્ય છે. પૈસાદાર વ્યક્તિ ઓના અનેક મિત્રો અને શત્રુઓ થાય છે. જેનાથી જેનું કામ થાય છે તે મિત્ર, અને જેનાથી જે કામ બનતું નથી તે રાત્રુ બની જાય છે. જે મિત્ર હોય છે તે પણ કાલાન્તરમાં શત્રુ, અને જે શત્રુ હોય છે તે પણ કાલાન્તરમાં મિત્ર બને છે તેમ દેખવામાં આવે છે. માટે જે પહેલાં મિત્ર બનીને શત્રુ બને છે તે બધા તેને ભેદભાવ જણને ચેરેને ગુપ્ત રીતિથી સર્વ પ્રકારની તેની પ્રવૃત્તિથી પરિચિત કરી આપે છે, અને અન્તમાં તેને લુંટાવે છે. ક્ષણભરમાં તે અમીરથી ગરીબ બની જાય છે. કદાચ પુણ્યદયથી ચારે તરફથી તેનું દ્રવ્ય ચેરાવાનું કદાચ સાહસ ન બને, અને તેઓ તેની તરફ ધાડ પણ ન પડે તે પણ અધમ રાજાની નજરથી દ્રવ્યની રક્ષા થવી મુશ્કેલ છે.
રાજાની જ્યારે લુપ દષ્ટિ તેના ધન ઉપર પડે છે ત્યારે તે જબરાઈથી કોઈ એવો અભિગ લગાવે છે કે જેનાથી તે બિચારાનું તે ધન દેખતા દેખતામાં લુંટાવી લઈ જાય છે.
કદાચ ધાર્મિક રાજાના રાજ્યમાં વસવાને ઘનીને સૌભાગ્ય મળે છે, અને તેના તરફથી તેના ધનની દરેક પ્રકારે રક્ષા પણ થાય છે તે પણ અધિક સંગહની લાલસાથી અગર તેની વૃદ્ધિની તીવ્ર ભાવનાથી જ્યારે પૈસાદાર તે ધનને કેઈ વ્યાપારમાં લગાવી દે છે તે તેજી મંદીના સમયમાં કય વિકય કરવાથી અચાનક જ્યારે વ્યાપારમાં નુકસાન આવે છે ત્યારે તે કમાએલું ધન સહસા હાથથી ગુમાવી દે છે, અને પછી તે પૈસાદાર વ્યક્તિ હાથ ઘસતે થઈ જાય છે, વ્યાપારમાં કદાચ પુણ્ય કર્મના ઉદયથી સારે લાભ પણ મળે છે તો લેક તેને બેંકોમાં જમા કરાવી દે છે, અગર તેને જમીન વિગેરેમાં દાટી દે છે. તે જગોએ તેની સુરક્ષા બને તે પણ જ્યારે રાજ્યનું પરિવર્તન થાય છે ત્યારે બેંકોને પણ લુંટવામાં આવે છે, અથવા જ્યારે તે ભૂમિથી બહુ સમય બાદ દાટેલાં સ્થાનથી સ્થાનાંતરિત
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૨ ૨