________________
ભેગવવું ચાહતા નથી. “યવધાયના સંસારમાં જીને મરણ અપ્રિય લાગે છે. જેને પિતાનું જીવન બધા પ્રકારે પ્રિય છે, ભલે કઈ પણ કેઈ ઉપાયથી પિતાના જીવનનું સંરક્ષણ કરવામાં જ ભાવનાશીલ રહે છે. તે સમય ન્યાય અન્યાય ધર્મ અધર્મ આદિની તેને જરા પણ ચિંતા થતી નથી, તેનું પણ કારણ એ છે કે તે “કવિતુમા” છે, વર્ષની આયુષ્યવાળાને પણ અન્તિમ ક્ષણ સુધી જીવનની ઈચ્છા બની રહે છે, ભલે તવંગર હોય અગર નિર્ધન હોય, રાજા હોય કે રંક હોય, વિદ્વાન હોય, કે મૂર્ખ હોય, દીર્ધાયુષ્ક હોય કે અલ્પાયુષ્ક હોય કોઈ પણ કેમ ન હોય પણ કઈ એ નથી ચાહતા કે મારું મન થાય, અર્થાત્ હું મરી જાઉં, બધા જ અધિકથી અધિક જીવવાના અભિલાષી રહ્યા કરે છે. ઘેડુંક શારીરિક કષ્ટ આવવાથી “કદાચ હું મરી ન જાઉં” એવાં
ખ્યાલથી અનેક પ્રકારના મણિ મન્ચ યન્ત્ર અને ઓષધિ વિગેરેના ઉપચારમાં યથાશક્તિ પ્રયત્ન કરવામાં લાગી જાય છે.
આ પૂર્વોક્ત કથન અસંયમી જીની અપેક્ષાથી જ કરેલ સમજવાનું છે, કારણ કે તેને જ પિતાનો પ્રાણ વિગેરે પ્રિય હોય છે, તે જ પિતાના જીવનયાત્રાના નિર્વાહ માટે યા તદ્દા પ્રવૃત્તિ કરે છે, દુઃખોથી ગભરાય છે, અને સદા સાંસારિક સુખના અભિલાષી રહે છે. સંયમી જીવેમાં આ બધી પ્રવૃત્તિઓ ઘટિત થતી નથી. જો કે તેને પણ પિતાને પ્રાણ પ્રિય હોય છે પરંતુ જ્યારે સંયમમાં કેઈ ઘેર પરિષહ ઉપસર્ગ આવીને ઉપસ્થિત થાય છે ત્યારે તે પિતાના સંયમની રક્ષા માટે પિતાના પ્રાણની પણ પરવાહ કરતા નથી.
અસંયમી જીવેને પિતાનું અસંયમ જીવન પ્રિય હોય છે, કારણ કે તે ગુરૂકમ છે. લઘુકર્મી સંયમી જીને એવું જીવન પ્રિય નથી હોતું, તેની વિચારધારા સદા આત્મકલ્યાણકારી માર્ગની તરફ જ લાગેલ રહે છે. અસંયમજીવી રાતદિન પરિગ્રહ-દાસીદાસ, નોકરચાકર, હાથીડા, ગાયભેંસ, હિરણ્યસુવર્ણ આદિને વધારવામાં અધિકમાં અધિક મગ્ન રહે છે. તે ચેતન, અચેતન તથા મિશ્રરૂપ પરિગ્રહની જેટલી પણ માત્રા પ્રાપ્ત કરે છે–ચાહે ભલે થોડી હોય કે વધારે હોય તેમાં તે પિતાની આવશ્યક્તાની પૂતિ ન સમજીને તેના વધારવામાં જ મગ્ન બની રહે છે. પરિગ્રહમાં અલ્પતા અને બહતા આ ઠેકાણે બે પ્રકારે પ્રગટ કરેલ છે. એક કાળની અપેક્ષાથી અને બીજી મૂલ્ય અને પ્રમાણની અપેક્ષાથી. થોડા સમય સુધી અથવા અધિક સમય સુધી પરિગ્રહનું જેને ભોગ અને ઉપભોગ કરવાના કામમાં જે આવવું તે કાળની અપેક્ષાથી પરિગ્રહમાં અલ્પતા અને બહુતા છે, અને જેનું મૂલ્ય ઓછું અધિકું હોય, અથવા પ્રમાણથી જેમાં વધઘટ પણું હોય એ મૂલ્ય અગર પ્રમાણની અપેક્ષાથી તેમાં અલ્પતા અને બહુતા છે, કારણ કે અલ્પત્વ, બહુત્વ, એ બને સાપેક્ષ છે.
ચાર નોકર ચાકર અને ચાર ચતુષ્પદાદિકોની અપેક્ષા બે નોકર ચાકરે અને બે ચતુષ્પદાદિકોમાં પ્રમાણની અપેક્ષાથી, તેના અધિક સમય સુધી રહેવાની અપેક્ષાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૧૯