________________
એ તે એક આ પ્રકારની કલ્પના છે કે-જે પ્રકારે કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં ઝરતાં અમૃતને છોડીને કોઈના ભરમાવવાથી “પર્વતમાં અમૃત ઝરે છે” તેવા ખ્યાલથી તેની ચાહનામાં તેને છેડીને ત્યાં દેડી જાય છે. જે અમારી ઈન્દ્રિયને ગોચર છે તે વાસ્તવિક છે. તેના સિવાય સ્વર્ગ નરકાદિ કંઈ પણ નથી, પ્રત્યક્ષ ઇન્દ્રિયેના સુખ સિવાય પરોક્ષ સ્વર્ગાદિક સુખ છે તે ફક્ત એક શ્રદ્ધાની વસ્તુ છેવાસ્તવિક કંઈ પણ નથી. અને તપશ્ચર્યાનું ફળ આ ભવમાં નહિ મળે તે નહિ પરભવમાં તે મળશે જ.” આવા પ્રકારની કલ્પના પણ ગ્રહગૃહીત પુરૂષના પ્રલાપ જેવી જ છે. જેમ ભૂતાદિકના આવેશથી યુક્ત પ્રાણીનો પ્રલાપ નિરર્થક બને છે તે પ્રકારે “આ ભવમાં તપસંયમરૂપ કષ્ટને ભેગવી પ્રાણું પરલેક સંબંધી સુખ સમૃદ્ધિન પ્રાપ્ત કરે છે” એમ કહેવું પણ નિરર્થક છે. આવી વિપરીત માન્યતા તેવા અજ્ઞાની પુરૂષની છે જે પરિગ્રહના કટક ફળથી અનભિજ્ઞ છે. રાત દિન પરિગ્રહના વધારવામાં દત્તાવધાન પ્રાણીની દ્રષ્ટિમાં સંયમ જીવન જેવા સુંદર સિદ્ધાંતને કોઈ મહત્વ ન હોય તે તેમાં આશ્ચર્ય થાય તેવી કઈ વાત નથી, કારણ કે કહેવત છે–જે નૃત્ય કરવામાં સિદ્ધહસ્ત નથી તે આંગણુને વાકું કહે છે. પરિગ્રહાદિના બેજથી પ્રાણીની તમામ શક્તિઓ આડી અવળી વિખરાઈ જાય છે માટે તે વિખરાયેલી શક્તિઓ “સંયમિત જીવન જે વિખરાઈ ગયેલી શકિતઓને કેન્દ્રિત કરવાવાળું છે આ પ્રકારે તે કેવી રીતે મહત્વ દઈ શકે. પરંતુ તે અવશ્ય માનવું પડશે કે જે પ્રકાર સૂર્યની કિરણો જ્યારે કઈ વિશેષ કાચમાં કેન્દ્રિત કરવામાં આવે છે તે તેનાથી સહેજે અગ્નિ પ્રજ્વલિત થાય છે, તેવા પ્રકારે અસંયમ અવસ્થામાં જે આત્મિક શક્તિઓ આડી અવળી વિષય કષાયમાં ફસીને અસ્તવ્યસ્ત થઈ રહી હતી, જ્યારે તે સંયમિત જીવનથી કેન્દ્રિત કરવામાં આવે છે તો તેનાથી પણ એક એવો પ્રવાહ નીકળે છે જે પ્રાણીના જીવનમાં અપૂર્વ પરિવર્તન કરે છે. લગામ જેવી રીતે સ્વચ્છેદ ઘોડાને, અંકુશ મદેન્મત્ત ગજરાજને વશમાં કરે છે તે પ્રકારે સંયમ પણ જીવનને યોગ્ય માર્ગ ઉપર પહોંચાડે છે. તે એક જ માર્ગ છે જે અસંયમ જીવનથી પ્રાણીની રક્ષા કરે છે, માટે આવા સુંદર અને હિતાવહ માર્ગને સાચા ભાવોથી જે આરાધના કરતા નથી તે પ્રાણી કેવી રીતે તેનાથી ઉત્પન્ન થતાં લાભને મેળવી શકે?
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૧૦