________________
કિસી ભી પ્રાણીકા અહિત નહીં કરના ચાહિયે પ્રાણિયોં કે
અહિત કરનેવાલોં કી દુખસ્થા કા વર્ણના
સાંસારિક પ્રાણિને સાતવેદનીયના ઉદયથી સુખ અને સુખકારક સામગ્રી, અને અસતાવેદનીયના ઉદયથી દુઃખ અને દુઃખકારક સામગ્રી પ્રાપ્ત થાય છે, એ વિચાર કરી કઈ પણ પ્રણિનું જરા પણ અહિત નહિ કરવું જોઈએ. અહિત આચરણનું જે ફળ હોય છે તે કહે છે –
“અહિં ના' ઈત્યાદિ. પ્રત્યેક જીવાત્મા ભલે તે દરિદ્ધી હોય અગર ભિક્ષક હોય, ભલે ધની હોય ચાહે ગુણી હેય. ભલે કઈ પણ પ્રકારના હેય પણ “અમોને શાંતિને લાભ થાઓ, સુખ થાઓ” ભલે નાસ્તિક હોય કે આસ્તિક પણ બધાનું આ એક જ લક્ષ્ય છે. એનાથી પ્રતિકૂળ કઈ પણ કારણ મળશે નહિ. એક ભિક્ષુક જે ઘરઘરને ભિખારી બનીને પિતાના પેટને નિર્વાહ કરે છે તેનાથી પણ એ પ્રશ્ન કરવામાં આવે છે તે પણ એ જ કહેશે કે શું કરૂં મને શાતા–સુખ નથી, માટે આ પ્રકારના તેના કથનથી એ વાત સત્ય સાબિત થાય છે કે તે પણ શાતા–સુખ મેળવવાને અભિલાષી છે. કિડીને પણ કઈ અડે છે તે તે પણ ભયથી દૂર ભાગે છે. વૃક્ષની નીચે કેઈએ અગ્નિ સળગાવી હોય તે તે તેના આ તાપથી સુકાઈ જાય છે. લજવંતી એક જાતની વનસ્પતિ હોય છે જે અડકવાથી સંકુચિત થઈ જાય છે. આ બધાની આ બાહ્ય ચેષ્ટાઓથી એ માલમ થાય છે કેતેની અંદર રહેવાવાળો આત્મા પણ શાતા અર્થાત્ સુખને અભિલાષી છે. મતલબ એ છે કે ભલે કઈ પણ જાતને જીવ હોય પણ તે શાતા–સુખની અભિલાષી છે. આ ઠેકાણે એ પ્રશ્ન થાય છે કે તે શાતા–સુખ કેવી રીતે અને કઈ જગ્યાએ પ્રાપ્ત થઈ શકે ? ભવામિનંદી જીવ આ વાતને સહસા ઉત્તર આપશે કે–તે શાતા–સુખ સાંસારિક પદાર્થોના સેવનથી જ મળી શકે છે. પરંતુ એવું ધારવું તે ગલત છે. જે એ જ પ્રમાણે હોય તે પછી ચક્રવતી જેવા વિશાળ વૈભવના ભકતા તેને પરિત્યાગ કેમ કરત? કેઈ આર્થિંકશાસ્ત્રવેત્તા કહેશે કે ધનની પ્રાપ્તિમાં જ શાતાસુખ સમાયા છે. પરંતુ તે વિચાર પણ ઠીક નથી, કારણ કે કદાચ તે સિદ્ધાંત સ્વીકૃત કરવામાં આવે તે પછી આજ જે ભીખ માંગી પિતાને ગુજારે કરવાવાળા દરિદ્રી જીવ છે તેની પાસે જઈને તેને કહેવામાં આવે કે-“અમે તને બે લાખ રૂપિયા આપીશું તું પિતાના શરીરનું પાશેર માંસ અને કાપીને આપી દે તે તે પણ તમારી આ માંગણી પુરી કરશે નહિ. માટે શું વધારે કહેવું ? એ વાત નિશ્ચિત છે કે આવા ક્ષણિક વિનશ્વર પદાર્થોમાં સાચી સુખશાંતિ પ્રદાન કરવાની
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૦૧