________________
પણ્ડિત કો ઉચ્ચ કુલકી પ્રાપ્તિ સે હર્ષ નહીં કરના ચાહિયે;
ઔર ન નીચ કુલકી પ્રસિસે ક્રોધ હી કરના ચાહિયે !
જીવાત્માના જન્મ મરણ જ્યાં સુધી તેને મુક્તિની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી થતાં રહે છે, કેઈ વખત તે નીચ ગેત્રના ઉદયથી લેકનિંદિત કુળમાં જન્મ લે છે તો કોઈ વખત ઉંચ નેત્રના ઉદયથી લેકપૂજિત કુળમાં. આ ઉંચ નીચ ગોત્રમાં જન્મની પ્રાપ્તિ થવી તે કર્મનું કાર્ય છે. તેમાં કોઈની ઈચ્છા કામ કરતી નથી. માટે ઉંચ ગોત્રમાં જન્મ લેવાથી હર્ષિત થવું, અને નીચ ગોત્રમાં જન્મ લેવાથી દુઃખી થવું આત્માને માટે તે યોગ્ય નથી, કારણ કે પર્યામાં ઉલટ ફેર થયા જ કરે છે. સંસારી જીવ કર્મોથી યુક્ત છે, માટે જે નીચ ગોત્રમાં ઉત્પન્ન હોવાથી પિતાનું અપમાન સમજે છે તેને માટે સૂત્રકાર કહે છે કે-તું અનેકવાર લેકમાન્ય ઉગ્રકુળ ભેગકુળ આદિમાં ઉત્પન્ન થઈ ચુકેલ છે, તથા જે ઉચ્ચ કુળમાં જન્મ લેવાથી પિતાનું માન-મોટાપણું સમજે છે તેના પ્રત્યે સૂત્રકાર કહે છે કે–ભાઈ તું પણ નીચ કુળ જે કઠીઆરા આદિને વંશ છે તેમાં અનેકવાર જન્મ લઈ ચુકેલ છે. ગોત્ર શબ્દનો અર્થ કુળ છે. ઉંચ ગેત્રમાં ઉત્પન્ન હોવાથી નથી આત્મા અધિક મોટો થઈ જતે અને નથી નીચ ગેત્રમાં ઉત્પન્ન થવાથી નીચે થઈ જતું. કારણ કે બંને નેત્રોના બળ્યાધ્યવસાય સ્થાનના કંડકો એકસરખા છે. તેઓની સંખ્યા સમાન છે. (કર્મના અંશનું નામ કંડક છે.) માટે “નો ઉત” જીવનું કર્તવ્ય છે કે–તે જાતિભેદ, કુળમદ, બળમદ અને રૂપ વિગેરેનો મદ કરવાની કદિ પણ મનથી ચેષ્ટા પણ ન કરે. આ પ્રકારે જ્યારે આ જીવ ઉંચનીચ શેત્રને અનેક વાર પૂર્વ જન્મમાં પ્રાપ્ત કરી ચુકેલ છે, અને તેના બંધને પણ જ્યારે સમાન કર્મને અંશ છે તે એવો કયે પ્રાણી હશે જે આ પરિસ્થિતિને જાણી જોઈને પણ ગેત્રવાદી–ગેત્રાભિમાની થશે કે
મારૂં જ એવું પરમ માનનીય સુંદર શેત્ર છે બીજા કેઈનું તેવું ગોત્ર નથી” આ પ્રકારે કહેવાના સ્વભાવ વાળા–સાહસ કરવાવાળા હશે, અને ઉત્કર્ષને બીજાઓના પ્રતિ પ્રગટ કરવાની ભાવનાવાળા હશે? માટે જ્યારે એ નિશ્ચિત છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૯૮