________________
ઉત્તર-સાંભળે, આત્માના પર્યાયની અવસ્થા જ ભાવ કહેવાય છે. આત્માની પર્યાય, અવસ્થાઓના ભેદથી નાના પ્રકારના હોય છે, તેથી આત્મપર્યાયવત્તી ભાવ પાંચ પ્રકારના છે (૧) ઔપશમિક (૨) ક્ષાયિક (૩) ક્ષાપશમિક (૪) ઔદયિક અને (૫) પારિણામિક.
ઔપથમિક ભાવ
(૧) ઓપશમિક ભાવરાખથી ઢાંકેલા અગ્નિ સમાન મેહનીય કર્મની અનુદ્રક અવસ્થા, એવું પ્રદેશની અપેક્ષા પણ ઉદય ન હોય તે ઉપશમ કહેવાય છે. અર્થાત્ ઉદ્દેકરૂપથી તથા પ્રદેશપથી–બંને પ્રકારના ઉદયનું યથાશક્તિ રેકાવું તે ઉપશમ છે. આ પ્રકારને ઉપશમ સર્વોપશમ કહેવાય છે. જે ઉપશમથી હોય તેને પરામિક કહે છે. અર્થાત ક્રોધ આદિ કષાના ઉદયાભાવરૂપ ઉપશમના ફલરૂપ જીવ, તેના પરમ શાન્ત અવસ્થારૂપ પરિણામ ઔપશમિક કહેવાય છે
એ આત્માની એક પ્રકારની શુદ્ધિ છે; જેમકે કતચૂર્ણ (નિર્મલકુલનું ચૂર્ણ) તથા ફટકડી આદિનું ચૂર્ણ નાખવાથી કચરે અને મેલ નીચે બેસી જાય છે, અને જલ સ્વચ્છ થાય છે. મેહનીય કર્મના ઉપશમથી શ્રદ્ધારૂપ જે દર્શન ઉત્પન્ન થાય છે. અથવા વિરતિરૂપ જે ચારિત્ર ઉત્પન્ન થાય છે, તે ઔપશમિક સમ્યગ્દર્શન અને ઔપશમિક ચારિત્ર કહેવાય છે.
ક્ષાયિક ભાવ
(ર) ક્ષાયિક ભાવકર્મને અત્યન્ત ઉછેદ થઈ જ તે ક્ષય કહેવાય છે. ક્ષયથી થવાવાળો ભાવ ક્ષાયિક ભાવ છે. અર્થાત્ એકવાર ઉત્પન્ન થઈને ફરી નાશ નહિ થવાવાળા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ જીવન પરિણામને ક્ષાયિક ભાવ કહે છે. ક્ષાયિક અવસ્થા જીવની પરમ વિશુદ્ધિ છે. જેમ-પૂર્ણરૂપથી સમસ્ત કીચડ-કાદવ આદિ મેલના દૂર થવાથી જલની પરમ સ્વચ્છતા થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૪૯