________________
જીવાસ્તિકાય / જીવ શબ્દાર્થ
જીવાસ્તિકાય
જીવ શબ્દને અર્થ– જે જીવે છે અર્થાત્ પ્રાણેને ધારણ કરે છે, તે જીવ કહેવાય છે. “સિદ્ધમાં પ્રાણને અભાવ હોવાથી તે અજીવ થઈ જશે, એમ કહેવું તે ઠીક નથી. “જે પ્રાણેને ધારણ કરે છે” એમ કહેવામાં પ્રાણ–સામાન્યની વિવક્ષા કહી છે. સિદ્ધોમાં જે કે પાંચ ઈન્દ્રિય આદિ દસ પ્રકારના દ્રવ્ય-પ્રાણ નથી, તે પણ ભાવ-પ્રાણુ હોય છે, અને તે ભાવ-પ્રાણના કારણે સિદ્ધ ભગવાનનું જીવપણું સિદ્ધ થાય છે. વિશિષ્ટ પ્રકારના પ્રાણોને સંબંધ હોવાના કારણે જીવવા વાળાને જીવ કહે છે.
પ્રાણ બે પ્રકારના છે–(૧) દ્રવ્ય-પ્રાણ અને (૨) ભાવ-પ્રાણુ, દ્રવ્ય પ્રાણના દસ ભેદ છે—પાંચ ઈન્દ્રિપ, ત્રણ બળ અર્થાત્ મનેબલ, વચનબલ અને કાયલબ૩, શ્વાસે છાસ, તથા આયુ, આ દસ દ્રવ્યપ્રાણ સાધારણ રીતે સંસારી જીને હોય છે. નારકી તિર્યંચ આદિ સંસારી જીવોમાં પણ દ્રવ્યપ્રાણ દેખાય છે, પરંતુ સર્વ પ્રકારના કર્મ–સંબંધથી રહિત સિદ્ધોમાં માત્ર ભાવપ્રાણુ જ હોય છે, સિદ્ધ જીવ ભાવપ્રાણોના કારણથી જ પ્રાણી કહેવાય છે.
ભાવપ્રાણુના ચાર ભેદ છે–અનન્તજ્ઞાન, અનન્તવીર્ય, અનન્ત સુખ અને અનાદિઅનન્ત સ્થિતિ, ક્ષયોપશમથી ઉત્પન્ન થવા વાળી પાંચ ઈન્દ્રિયે અનન્ત જ્ઞાનને વિકાર (વભાવિક પરિણમન) છે, મન, વચન અને કાયબલ, અનંત વીરૂપ ભાવ પ્રાણને વિકાર છે, શ્વાસોચ્છાસ તે અનંતસુખરૂપ ભાવપ્રાણને વિકાર છે, અને સાદિ-સાન્ત આયુરૂપ દ્રવ્યપ્રાણ, અનાદિ અનંત સ્થિતિરૂપ ભાવપ્રાણુને વિકાર છે. એ પ્રમાણે ભાવપ્રાણ, દ્રવ્યપ્રાણના કારણ છે.
જીવ સ્વરૂપ ભાવ ઔર ઉસકે ભેદ-૫
જીવનું સ્વરૂપ પથમિક આદિ ભાવ વાળા, અસંખ્યાતપ્રદેશી, પરિણમી. પ્રદીપપ્રભાના સમાન સંકેચ-વિકાસ સ્વભાવવાળા, વ્યક્તિરૂપથી અનંતસંખ્યક, ક્રિયાશીલ, પ્રદેશ સમુદાયરૂપ, નિત્ય, અરૂપી, અવસ્થિત, અમૂર્ત હોવા છતાંય સંસારી અવસ્થામાં મૂર્ત જેવા દેખાવાવાળા, ઉદર્વગમન સ્વભાવવાળા આત્મા જીવ કહેવાય છે.
ભાવ અને ભાવના ભેદ પ્રશ્ન-જીવનું સ્વરૂપ બતાવતા થકા તેને ઔપશમિક આદિ ભાવાળા કહેલ છે; તે ભાવ શું વસ્તુ છે ?
શ્રી આચારાંગ સૂત્ર : ૧
४८