________________
પરમાણુ સ્વરૂપ
પરમાણુનું સ્વરૂપપરમાણુ, એ પુદ્ગલને અંતિમ વિભાગ છે. તે નિરંશ (અંશરહિત) છે. પરસ્પર અસંયુક્ત છે. સૂક્ષમ હોવાના કારણે ઇન્દ્રિયની પ્રવૃત્તિ તેમાં થઈ શકતી નથી. એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શથી યુક્ત છે. દ્વયણુક કંધથી લઈને અચિત્ત મહાત્કંધ પર્યન્ત સ્કૂલ અને સૂકમસ્કંધરૂપ કાર્યનું કારણ છે, અને નિત્ય છે. ભગવાને ભગવતી સૂત્ર (શ. ૨૦ ઉ. ૫.)માં કહ્યું છે –
પ્રશ્ન-“ભગવન્! પરમાણુ પુદ્ગલ કેટલા વણવાળું, કેટલા ગંધવાળું, કેટલા રસવાળું, અને કેટલા સ્પર્શવાળું કહ્યું છે?
ઉત્તર-ગૌતમ! એક વર્ણવાળું, એક ગંધવાળું, એક રસવાળું, અને બે સ્પર્શવાળું કહ્યું છે.”
એક વર્ણવાળું હોય છે તે કદાચિત કાળું, કદાચિત લીલું, કદાચિત લાલ, કદાચિત્ પીળું અને કદાચિત્ શ્વેત હોય છે. એક ગંધવાળું હોય છે તે કદાચિત સુરભિગંધ (સારી ગંધ) વાળું અને કદાચિત દુરભિગંધવાળું હોય છે. જે એક રસવાળું હોય છે તે કદાચિત તીખું, કદાચિત્ કડવું, કદાચિત્ કષાયેલું, કદાચિત ખાટું અને કદાચિત્ મધુર-મીઠું-હોય છે. જે બે સ્પર્શવાળું હોય છે તે કદાચિત શીત અને સ્નિગ્ધ-(ચિકણા) ૧, કદાચિત શીત અને રૂક્ષ, કદાચિત્ ઉષ્ણ અને રિનગ્ધ ૩, તથા કદાચિત્ ઉષ્ણ અને રૂક્ષ હોય છે. ”
પરમાણુ, શસ્ત્ર દ્વારા લતા આદિના પ્રમાણે છેદી શકાતું નથી, ચામડાની જેમ સેય વગેરેથી વીંધી શકાતું નથી, કાષ્ઠની જેમ અગ્નિ આદિથી બાળી શકાતું નથી, અને વસ્ત્ર પાત્ર આદિ પદાર્થોની જેમ હાથ વગેરેથી પકડી શકાતું નથી.
ભગવાને ભગવતીસૂત્ર-(શ. ૨૦–ઉ. ૫) માં કહ્યું છે – પ્રશ્ન-“ભગવદ્ ! દ્રવ્ય પરમાણુ કેટલા પ્રકારનું કહ્યું છે?
ઉત્તર--ગૌતમ! ચાર પ્રકારનું કહ્યું છે-“અછઘ, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય” (છેદી શકાય નહિ, ભેદી શકાય નહિ, બળી શકે નહિ, અને ગ્રહણ થઈ શકે નહિ).
પરમાણુ, પુગલ હેવાના કારણે મૂર્તિક છે તે પણ તેના ખંડ-ભાગ થઈ શકતા નથી જેમકે:-આકાશને એક પ્રદેશ જઘન્ય અંશપ છે, અને તેનું પરિમાણ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૪૧