________________
શંક–જે એ પ્રમાણે છે તે ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યને સ્વીકાર કરી લેવું જોઈએ, ફરીને આકાશની શું આવશ્યકતા છે? આકાશનું કાર્ય અવગાહઅવકાશ આપે તે છે, તે કાર્ય ધર્મદ્રવ્ય અને અધર્મ દ્રવ્યથી જ સંપન્ન થઈ જશે.
સમાધાન--આગમમાં ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યને ગતિ અને સ્થિતિમાં સહાયક બતાવ્યા છે, એટલા માટે તે અવકાશ આપવામાં સમર્થ નથી. બીજાનું કાર્ય કઈ બીજે નહિ કરી શકે, જે એમ થવા લાગશે તે સર્વત્ર ગડબડ થઈ જશે. જગતમાં નેત્રથી જોવાનું કાર્ય કાન કરી શકતા નથી.
શંકા-કેવલજ્ઞાનને જે અનંતમે ભાગ છે તેને બરાબર આકાશદ્રવ્ય છે, અને આકાશદ્રવ્યને પણ અનંતમે ભાગ લેકાકાશ છે, તે એવડા નાના સરખા લકાકાશમાં સમસ્ત લેકવ્યાપી અને એ સંખ્યાત પ્રદેશવાળા ધર્મદ્રવ્યને, અધર્મદ્રવ્યને, અન્તાનન્ત જીવોને અને તેનાથી પણ અનન્તગણ પુદ્ગલેને સમાવેશ કેવી રીતે થઈ શકે ? એક કાકાશ સમસ્ત દ્રવ્યને અવગાહ–અવકાશ આપી શકે, એ અસંભવ છે.
સમાધાન-–કાકાશની અવકાશ આપવાની શક્તિ મહાન છે, વિલક્ષણ છે અને અચિત્ય છે એટલા માટે ભગવાને કહ્યું છે –“માળ સંધ્યા રહું શાસ્ત્રdળ” અવગાહલક્ષણવાળા આકાશ સર્વ દ્રવ્યોનો આધાર છે. ભગવાને પિતાના કેવલ જ્ઞાનમાં આકાશની અવગાહદાન-અવકાશ આપનારી-શક્તિ જોઈને તેને “સર્વ દ્રવ્યને આધાર છે” એમ નિકપણ કર્યું છે. ભગવાનના વચનને અભિપ્રાય એ છે કે-આકાશની અવગાહનશકિત બહુ જ મોટી છે, અને તેમાં સર્વ દ્રવ્યોનો સમાવેશ સરલતાથી થઈ જાય છે.
જેવી રીતે દૂધના પરિપૂર્ણ પાત્રમાં પતાસાં નાખવામાં આવે છે તે તેમાં (દૂધમાં સમાવિષ્ટ-ઓતપ્રોત થઈ જાય છે, અથવા જેવી રીતે દીવાલમાં કીલ-ખીલીને સમાવેશ થઈ જાય છે, તે પ્રમાણે કાકાશમાં અનન્ત દ્રવ્યોનો સમાવેશ થઈ જાય છે.
શકા–અલોકાકાશની સિદ્ધિ કેવી રીતે હોઈ શકે ? તે દ્રવ્યોને આધાર નથી અને અવકાશદાનરૂપ લક્ષણ તેનામાં ઘટી શકતું નથી.
સમાધાનગતિ અને સ્થિતિના કારણે ધર્મ અને અધર્મ દ્રવ્યને અભાવ હોવાના કારણે જ અલકાકાશની દ્રવ્યાધારતાની શકિત અને અવકાશદાન-શક્તિ પ્રગટ થતી નથી. અથવા અલકાકાશ માનવામાં નહિ આવે તે જીવો અને પુદગલની. તથા કમરૂપી બેડીથી મુકત થયેલા સિદ્ધ જીવની ગતિને કયાંય અન્ત-છેડે જ નહિ આવે, અને ભગવાને કહેલી લોક-અલોકની વ્યવસ્થા પણ કાયમ નહિ રહે. એ પ્રમાણે આગમ અને યુકિત પ્રમાણેથી અલોકાકાશની સિદ્ધિ થાય છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧