________________
,,
વિશેષ ધ કરાવવા માટે વિશેષ લક્ષણ એ બતાવ્યુ` છે કે:-“ મુળોચવવું દ્રશ્યમ્ આ લક્ષણ પણ પ્રકૃત (ચાલુ) લક્ષણ (કુળયો દ્રશ્યમ્) માં સમાવિષ્ટ છે તેથી વિશેષ લક્ષણ કરવાની આવશ્યકતા નથી.
વાસ્તવમાં તા પર્યાય, ગુણથી ભિન્ન નથી, કારણ કે કાર્ય અને કારણમાં ભેદ નથી, જેવી રીતે કડાં અને કુંડલ આદિ પર્યાય સુવર્ણથી ભિન્ન નથી ઘટ અને શકાર આદિ પર્યાય મૃત્તિકા--માટીથી ભિન્ન નથી, કારણ કે ગુણાથી ઉત્પન્ન થવા વાળા પર્યાય, ગુણાથી ભિન્ન નથી, એવી અવસ્થામાં દ્રવ્યના લક્ષણમાં પર્યાય શબ્દ નાખવા તે જરૂરી નથી.
ગુણના લક્ષણ
દ્રવ્યના આશ્રય—આશ્રયી રૂપથી અથવા કંથચિત્ તાદાત્મ્યરૂપથી નિત્ય સહેવતી ધર્મ ગુણુ કહેવાય છે. ગુણુ એ દ્રવ્યની શક્તિવિશેષ છે. માત્ર દ્રવ્યાશ્રિત રહેવું તે ગુણનુ લક્ષણ છે. જેવી રીતે જીવના ગુણ-જ્ઞાન, દર્શન, સુખ અને વી આદિ છે. તથા પુદ્ગલના ગુણુ-વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આદિ છે. ઉપર જે ‘માત્ર’ શબ્દના પ્રયોગ કર્યાં છે તે પર્યાયમાં અતિપ્રસંગ નિવારણુ કરવા માટે છે, અર્થાત્ ગુણુ કેવલ દ્રવ્યમાં હાય છે, પર્યાયમાં હાય નહિ.
દ્રવ્યના સ્વરૂપ પર વિચાર કરવાથી જણાય છે કે ગુણ્ણાના સમુદાય જ દ્રવ્ય છે. જે રીતે-મૂલ, સ્કંધ, શાખા અને પ્રશાખા આદિના સમૂહ તે વૃક્ષ છે. એ પ્રમાણે અસ્તિત્વ, પરિણામિત્વ વસ્તુત્વ, જ્ઞેયત્વ, પ્રમેયત્વ, પ્રદેશવત્ત્વ આદિ સામાન્ય ગુણાના, તથા ચેતના ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ, અવકાશદાનહેતુત્વ, વર્તનાહેતુત્વ, વણુ, રસ, ગંધ, સ્પવત્ત્વ આદિ વિશેષ ગુણ્ણાના સમૂહ તે દ્રવ્ય છે. અહિ એ યાદ રાખવું જોઈએ કે વિભિન્ન દ્રબ્યાના વિશેષ ગુણ્ણાના સમૂહ ખની શકતા નથી. એવી રીતે દ્રવ્ય અને પર્યાયના વિષયમાં પણ સમજવું જોઇએ. વિશેષ આગળ ખતાવીશું.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२२