________________
દ્રવ્યાનુયોગ
(૪) દ્રવ્યાનુયેગઆગળની પર્યાય પ્રાપ્ત કરનારા અને પ્રથમની પર્યાયને ત્યાગ કરવાવાળાને દ્રવ્ય કહે છે, અથવા જે પર્યાય દ્વારા પ્રાપ્ત હોય અથવા પર્યાયોથી યુક્ત હોય તેને દ્રવ્ય કહે છે. એવા દ્રવ્યના અનુયેગને દ્રવ્યાનુગ કહે છે.
દ્રવ્યાનુયોગ દ્રવ્યના યથાર્થ સ્વરૂપને સમજાવવા માટે બરાબર સાચો માર્ગ પ્રદર્શિત કરે છે, તેથી સમ્યગ્દર્શન નિર્મલ થાય છે, અને સમ્યગ્દર્શનની નિર્મલતાથી સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે આ અનુગ પણ ચરણ કરણાનુગને પિષક છે.
દ્રવ્ય લક્ષણ
દ્વિવ્યનું લક્ષણદ્રવ્ય કેને કહે છે ? એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે-જે ગુણોને આધાર હોય તે દ્રવ્ય છે, જે પ્રમાણે જીવમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર સુખ અને ઉપગ આદિ વિશેષ ગુણ છે. અસ્તિત્વ (જે શક્તિના નિમિત્તથી દ્રવ્યને ક્યારેય પણ નાશ ન હોય.) વસ્તુત્વદ્રવ્યત્વ ( જે શક્તિના નિમિત્તથી પર્યાય હંમેશાં બદલતી રહે) અને પ્રમેયત્વ-યત્વ (જે શક્તિના નિમિત્તથી દ્રવ્ય કેઈ ન કઈ જ્ઞાનને વિષય હેય) આદિ સામાન્ય ગુણ છે. એ પ્રમાણે ધર્માસ્તિકાયમાં ગતિeતુત્વ (ગતિકારણતા) અધર્માસ્તિકાયમાં સ્થિતિહેતુત્વ (સ્થિતિકારણતા) આકાશમાં અવકાશદાનહેતુત્વ (અવકાશદાયિત્વ) કાલમાં વર્તનાહેતુત્વ (નવપુરાણકારણતા) આદિ, અને પુદ્ગલમાં રૂપાદિમત્ત્વ વિશેષ ગુણ છે. તેથી એ સર્વમાં દ્રવ્યના લક્ષણની સંગતિ થઈ જાય છે.
કેઈ આચાર્યો” “સત્ ચઢક્ષણ” એવું સૂત્ર રચીને “૩ા ચચ-વ્યયુક્ત સા' અર્થાત્ જેમાં ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્ય એક કાળે જોવામાં આવે તે “સત્” છે. આ સૂત્ર દ્વારા સત્ની વ્યાખ્યા કરતા થકા સામાન્ય દ્રવ્યનું સ્વરૂપ બતાવીને
શ્રી આચારાંગ સૂત્ર : ૧