________________
સિદ્ધ છાયા લગ્ન હોય તે દૂષિત નક્ષત્ર, તિથિ, વાર, તારા, ચંદ્ર તથા દૂષિત ગ્રહ પણ શુભ થઈ જાય છે, અર્થાત્ સિદ્ધછાયાલગ્નની હાજરીમાં નક્ષત્ર આદિને દોષ માનવામાં આવતું નથી. તે ૧ . ”
એક માત્ર છાયા લગ્ન જ ઉત્તમ છે. તેને મુકાબલે તિથિ, નક્ષત્ર, વાર, ચંદ્રમાં ગ્રહ અને ઉપગ્રહ કઈ પણ કરી શકતા નથી. તે ૨ .
યોગિનીનું તેના સામે બળ નથી. વિષ્ટિનું પણ બળ નથી, શૂળ અને ચન્દ્ર પણ છાયાલગ્નની હાજરીમાં કે ઈ પ્રકારે કઈ પણ બગાડી શકતા નથી. સિદ્ધછાયાલન એક એવી વમયી સિદ્ધિ છે જેને દેવતા પણ ભેદી શકતા નથી. તારા”
(a) શંકુ છાયાલગ્નબાર આગળ લાંબી ખીલીને પડછાયે રવિવારે વીશ આંગળ, સોમવારે સેળ આંગળ, મંગળવારે પંદર આંગળ, બુધવારે ચૌદ આંગળ, ગુરૂવારે તેર આંગળ, શુક્રવારે બાર આંગળ, તથા શનિવારે પણ બાર આંગળ હોય તે તેને શંકુછાયાલગ્ન કહે છે. તે લગ્નમાં દીક્ષા આદિ કાર્ય શુભ છે.
(T) તીવ્ર ઉત્કંઠાવાલા દીક્ષાથીને સમયવિષયવાસનાની વિષમ અટવી (વન)માં વ્યાપ્ત દાવાનલની વિકટ જ્વાલાઓથી જેનું અંતઃકરણ બળી ગયું છે, અને જે અનન્ત જન્મ, જરા, મરણ વગેરેના ભયથી ચિંતાતુર છે, ચારે બાજુથી મકાનમાં આગ લાગવાથી જેનું સર્વસ્વ ભસ્મ થઈ ગયું છે એવા પુરૂષની જેમ, આત્મરક્ષાને અન્ય કોઈ ઉપાય નહિ દેખવાથી એક માત્ર દીક્ષાને જ શરણ–આશ્રય સમજવાવાળા, તીવ્ર વૈરાગ્યની પ્રભા–તેજથી ચમતે મોક્ષાભિલાષી શિષ્ય રેમ-રોમમાં જેને અગ્નિ લાગી છે, એવા પુરૂષની જેમ અત્યન્ત આતુર બનીને તરંગરહિત સમુદ્ર પ્રમાણે શાન્ત સના સાગર, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના જાણનાર અને નિગ્રંથ પ્રવચનના મર્મજ્ઞ ગુરૂથી દીક્ષા દેવા માટે પ્રાર્થના કરે, તે તેને તેજ વખતે દીક્ષા આપવી શુભ છે એવા પ્રસંગે તિથિ, વાર, નક્ષત્ર આદિને વિચાર કરવાની જરૂર નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯