________________
ધર્મ મહિમા
ધર્મમહિમાપિતા ભાઈ અને પુત્ર વગેરે તે આગલા ભવમાંડવે પછીના ભાવમાં પણ સુલભ છે, પરંતુ સંસારમાં શ્રત-ચારિત્ર ધર્મ સુલભ નથી૧
દ્વાદશાંગીરૂપી દુકાનમાં નિશ્ચયનય અને વ્યવહારનયને જાણવાવાળા સંયમી પુરુષ ભક્તિરૂપી મૂલ્ય આપીને ધર્મ પ્રાપ્ત કરી શકે છે. એમ કર્યા વિના ધર્મની પ્રાપ્તિ થતી નથી.” | ૨ |
क्षपक श्रेणी के सिवाय किसी अन्य उपाय से शुक्ल --ध्यान का एकत्ववितर्क अविचार नामक दूसरा पाया नहीं प्राप्त किया जा सकता ॥ ६ ॥
સિદ્ધાંજન વિના પૃથ્વીની અંદરને ખજાને પ્રાપ્ત કરી શકાતું નથી. એવી જ રીતે શ્રુત-ચારિત્ર વિના આત્મજ્ઞાન થતું નથી. | ૩ ||
આત્મજ્ઞાનના અભાવથી તવ-અતત્ત્વને નિશ્ચય થઈ શકતો નથી, અને તત્વઅતત્વને નિશ્ચય કર્યા વિના ભવ્ય જીવેને અમૃતભાવના થતી નથી | ૪ |.
અમૃતભાવનાના અભાવથી વિશુદ્ધ ધ્યાનની પ્રાપ્તિ થતી નથી અને વિશુદ્ધ ધ્યાન વિના ક્ષપકશ્રેણી ઉપર આરહણ થઈ શકતું નથી. || ૫ |
ક્ષપકશ્રેણ વિના બીજા કેઈ ઉપાયથી શુકલ ધ્યાનને એકત્વ-વિતર્ક–અવિચાર નામક બીજે પાયે પ્રાપ્ત કરી શકતું નથી. તે ૬ .
સંયમી પુરુષ શુકલ ધ્યાનને બીજે પાયે પ્રાપ્ત કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, અને કેવલી કહેવાય છે. . ૭ |
કેવલજ્ઞાન વિના શલેશી અવસ્થા પ્રાપ્ત થતી નથી, શૈલેશી અવસ્થા જ્યારે પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે મુનિરાજ સકલ કર્મોને ક્ષય કરી નાખે છે. તે ૮
સકલ કર્મોને ક્ષય થયા પછી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, સિદ્ધિ લાભ થયા પછી શાશ્વત સિદ્ધ થાય છે, એ માટે મુક્ષાર્થી પુરુષોએ કૃત–ચારિત્રરૂપ ધર્મનું આચરણ કરવું જોઈએ, || ૯ ||
શ્રી આચારાંગ સૂત્ર : ૧