________________
એ સિવાય જેવી રીતે રાજહંસિની એકદમ ઉઘાડી થઈનેજ સરોવરની શોભા વધારે છે, તેવી જ રીતે મુખવસ્ત્રિકા રાજાની શોભા વધારતી હતી. આ તાત્પર્ય હાથથી મુખવસ્ત્રિકા ધારણ કરે તે–અથવા કરવાથી કઈ પણ પ્રકારે બની શકે નહિ.
એ કારણથી સનસ્કુમારચરિત્રનું એ પદ સ્પષ્ટરૂપથી બતાવી આપે છે કેવિક્રમ યશ રાજાના મુખપર દેરાસહિત મુખવસ્ત્રિકા બાંધી હતી.
અહો ! મોહને મહિમા મહાન છે, જેના પ્રભાવથી આધુનિક લોક પિતાના ગુરુઓના પરમ્પરા વાકયનું ઉલ્લંઘન કરતા પણ શરમાતા નથી.
વિસ્તારથી સમજવાની ઈચ્છા રાખવાવાળા, મારી રચેલી દશવૈકાલિકસૂત્રની “ઝાવાર નિમંજૂષા”—ટીકાની અંદર પહેલા અધ્યયનમાં જોઈ શકે છે.
પનિકાયારમ્ભદોષ
સુધર્મા સ્વામી કહે છે–આ સર્વ ભગવાનની સમીપમાં જેવું સાંભળ્યું છે તેવુંજ કહું છું. ૬ ||
હવે એ કહે છે કે-ષજીવનિકાયને આરંભ કરવાથી કર્મબંધ થાય છેત્યંs.” ઈત્યાદિ.
મૂલાથ–વાયુકાયના વિષયમાં પણ આરંભ કરવાવાળા, કર્મોથી બદ્ધ થાય છે એ પ્રમાણે સમજે. જે આચારમાં તેમણે કરતા નથી, આરંભ કરતા થકા પણ પિતાને વિનય (ચારિત્ર) વાળા માને છે, ઈચ્છાનુસાર ચાલે છે, ગૃદ્ધ છે, અને આરંભમાં આસક્ત છે, તે કર્મોનું ઉપાર્જન કરે છે. સૂ૦ ૭
ટીકાથ–આ વાયુકાયના વિષયમાં પણ “અપિ” શબ્દથી પૃથ્વી આદિ અન્ય સ્થાવરમાં તથા ત્રસકાયમાં જે ભેગના લાલચુ અને સ્વાર્થ પરાયણ થઈને આરંભ કરે છે. તે જ્ઞાનાવરણ આદિ કર્મોથી બદ્ધ થાય છે. એ પ્રમાણે સમજે.
તાત્પર્ય એ છે કે એક જીવના આરંભમાં પ્રવૃત્તિ કરવાવાળા બાકીના જીવનિકાના આરંભથી ઉત્પન્ન થવાવાળા કર્મોથી પણ બદ્ધ થાય છે.
એવા કેણું છે કે જે પૃથ્વી આદિ એક કાયો આરંભ કરીને બાકીના જીવનિકાના આરંભથી થનારા કર્મો દ્વારા થાય છે? તેનું સમાધાન કરવા માટે કહે છે –
જે જ્ઞાનાચાર-દર્શાનાચાર આદિ પાંચ આચારોમાં સ્થિર નથી થતા તેને કમર બન્ધ થાય છે, એ પ્રમાણે જાણે.
આચારમાં કેણ સ્થિર નથી રહેતા? દંડી અને શાકય આદિ. એ કેવી રીતે જાણ્યું? તેના ઉત્તરમાં કહે છે તે પૃથ્વીકાય આદિની વિરાધના
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૭૬