________________
ધર્મ કથાનુયોગ
(૨) ધર્મસ્થાનુગ સંસારરૂપી સાગરમાં ડુબતા ભવ્ય જીને ધારણ કરવાવાળી, વહાણ પ્રમાણે કિનારે લઈ જનારી, અથાત્ શુભ સ્થાનમાં પહોંચાડી દેવા વાળી વસ્તુને ધર્મ કહેવામાં આવે છે. તે ધર્મની કથા અર્થાત્ ભગવાનને ઉપદેશ જેમાં જોવામાં આવે છે. તેને ઘર્મકથા કહે છે. અથવા અહિંસા આદિની પ્રરૂપણ તે ધર્મકથા કહેવાય છે. અથવા તે શ્રત અને ચારિત્રની પ્રધાનતાવાળી કથાને ધર્મકથા કહે છે, અથવા શુભ અને અશુભ કર્મ–ફલને પ્રગટ કરવું તે ધર્મકથા છે. અથવા તીર્થકર, ચક્રવર્તી આદિ મહાપુરૂષેના ચરિત્રનું વર્ણન કરવું તે ધર્મકથા છે. તેના અનુગ-વ્યાખ્યાનને ધર્મકથાનુગ કહે છે.
ધર્મકથા ચાર પ્રકારની છે. (૧) આક્ષેપણી (૨) વિક્ષેપણી () સંવેદની અને (૪) નિર્વેદની.
આક્ષેપણ આદિ ધર્મકથાઓથી આક્ષિપ્ત, વિક્ષિપ્ત, સંવેદિત અને નિવેદિત (વિરક્ત) થયેલા ભવ્ય જીવ ચારિત્ર પ્રાપ્ત કરે છે.
આક્ષેપાણ્યાદિ ધર્મ કથા (૪)
(૧) આક્ષેપણી– જે કથા દ્વારા શ્રોતા મેહથી હઠી જઈને ચારિત્ર તરફ આકર્ષિત થાય છે તે આક્ષેપણી ધર્મકથા કહેવાય છે. કહ્યું પણ છે –
જેનાથી શ્રોતાને સન્માર્ગમાં સ્થાપિત કરી શકાય છે તેને આક્ષેપણ કથા કહે છે, જેવી રીતે કમલાવતીએ ઈષકારને ઘમમાં સ્થિર કર્યો. તે ૧. - નાની ઉમરવાળા પિતાના બે બાળકેની સાથે તથા પત્ની સહિત ભગુ પુરોહિત સર્વસ્વ ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરવા માટે પોતાના ઘેરથી નીકળ્યા, તે પુરહિતનું તમામ ધન મારા પતિ (રાજા) એ લઈ લીધું છે. એવું જાણીને રાણી કમલાવતીને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયું અને તેણે પોતાના પતિ રાજા ઈષિકારને સમજાવ્યા–
શ્રી આચારાંગ સૂત્ર : ૧