________________
ભાવિતાત્મા છે. આને જુએ. અથવા એને દ્રવ્યલિંગીઓથી અલગ સમજવા જોઈએ. જે ત્રસકાયને આરંભ કરતાં ડરે છે, ત્રસ્ત થાય છે, ઉદ્વિગ્ન થાય છે–ત્રણ કરણ, ત્રણ યોગથી ત્રસકાયના આરંભના ત્યાગી છે એ જુઓ.
અને કઈ-કઈ “અમે અણગાર છીએ” એ પ્રમાણે અભિમાનપૂર્વક કહેતા થકા તથા “અમેજ ત્રસકાયના રક્ષક અને મહાવ્રતધારી છીએ” એ પ્રમાણે પ્રલાપબકવાદ કરનારા કેટલાક દ્રવ્યલિંગી છે. તેને અણગારેથી જૂદા સમજે.
અણગાર હેવાનું અભિમાન કરવાવાળા એ દ્રવ્યલિંગી અણગારના ગુણેમાં જરાપણ પ્રવૃત્ત નથી અને ગૃહસ્થના કેઈ પણ કામને તેઓએ ત્યાગ કર્યો નથી, તે વાત આગળ બતાવે છે-“વ ” ઈત્યાદિ.
દ્રવ્ય અને ભાવના ભેદથી શસ્ત્ર બે પ્રકારનાં છે. દ્રવ્યશાસ્ત્રના ત્રણ ભેદ છે. સ્વકાય, પરકાય અને ઉભયકાય, ત્રસકાયનું ત્રસકાય તે સ્વકાયશસ્ત્ર છે, જેમ મૃગ આદિને માટે વાઘ-કુતરા આદિ, મનુષ્યને માટે મનુષ્ય આદિ. પરકાયશસ્ત્ર, જેમકે પથ્થર, જલ, અગ્નિ, લાકડી, તરવાર, ભાલું, છરી આદિ. ઉભયકાયશસ્ત્ર, જેમકે-લાકડી, તલવાર આદિ ધારણ કરવાવાળા મનુષ્ય આદિ. ત્રસકાયના પ્રતિ મન, વચન અને કાયાને અપ્રશસ્ત વ્યાપાર થવે તે ભાવશસ્ત્ર છે. તે નાના પ્રકારનાં શસ્ત્રથી ત્રસકાયને સમારંભ કરીને લેક ત્રસકાયને પીડા પહોંચાડે છે.
ત્રસકાયની હિંસામાં પ્રવૃત્તિ કરવાવાળા છ પ્રકારના જવનિકાયરૂપ સપૂર્ણ લેકની હિંસા કરે છે. એ વાત કહે છે–ત્રસકાયમાં, ત્રસકાયની હિંસા કરવાવાળા-શોને જે પ્રયોગ કરે છે, તે ત્રસકાયથી જૂદા અનેક પ્રકારના પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર પ્રાણુઓની પણ હિંસા કરે છે.
સંસારમાં ઘણા પ્રકારનાં દ્રવ્યલિંગી છે. એમાંથી શાકય આદિ કન્દ, મૂળ, પત્ર, પુષ્પ, ફલ આદિ ભેગવવા માટે ઉપગ કરવા માટે, તેના પર રહેલા ત્રસ જીવન સમારંભ કરીને અને પૃથ્વી આદિ સ્થાવર જીવન સમારંભ કરીને ત્રસ અને સ્થાવર જીને ઘાત કરે છે. કરાવે છે, અને ઘાત કરવાવાળાને અનુમોદન આપે છે દંડી પણ “અમે પંચમહાવ્રતધારી, જિનાજ્ઞાના આરાધક અણગાર છીએ.” એ પ્રમાણે કહેવાવાળા જુઠા સાધુ સાવધને ઉપદેશ આપે છે. અને શાસ્ત્રમાં નિષિદ્ધ જીવનિકાયને સમારંભ કરાવે છે.
પ્રતિમા, મંદિર વગેરેનું નિર્માણ કરવા માટે ખાડા પેદવા, પત્થરના ટુકડા કરાવવા, તેને ઉપરથી પછાડવામાં મનુષ્ય આદિને ઘાત કરાવે છે. ઘણાંજ વૃક્ષોને કાપવાથી વૃક્ષોના
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫૮