________________
વનસ્પતિકાયના આરંભને કર્મબંધનું કારણ જાણીને હેય-ઉપાદેયને વિવેક રાખવા વાળા બુદ્ધિમાન પુરૂષ પોતે વનસ્પતિકાયને આરંભ કરતા નથી. બીજા પાસે આરંભ કરાવતા નથી, અને આરંભ કરવાવાળાને અનુમોદન આપતા નથી. શેષ બાકી સર્વ સુગમ છે.
વનસ્પતિકાયના આરંભના નિમિત્તથી થવાવાળા સાવદ્ય વ્યાપારોને જેણે પરિજ્ઞાથી કર્મબંધનું કારણ જાણી લીધું છે અને પ્રત્યાખ્યાનપરિણાથી ત્યજી આપ્યા છે તે ત્રણ કરણ ત્રણ વેગથી સમસ્ત સાવોના ત્યાગીજ મુનિ હોય છે. સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છેહે જગ્ગા જેવું ભગવાનની સમીપ મેં સાંભળ્યું છે તેવુંજ આ સર્વે હું કહું છું. સૂલા
શ્રી આચારાંગસૂત્રની “કાવારિતામણિ” ટીકાના ગુજરાતી અનુવાદમાં પ્રથમ અધ્યયનનો પાંચમો ઉદ્દેશક સમાપ્ત. ૧-પા
પણોદ્દેશ (ત્રસકાય) / ઉપક્રમ
છો ઉદ્દેશ પાછળના પાંચમા ઉદેશમાં વનસ્પતિકાયના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે ક્રમથી પ્રાપ્ત ત્રસકાયના સ્વરૂપને બતાવવા માટે છઠ્ઠા ઉદ્દેશને કહે છે.
ભગવાનના ઉપદેશની એજ શિલી છે કે –વનસ્પતિકાયની પછી ત્રસકાયનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. સર્વ આગમાં ભગવાનને ઉપદેશ આ પ્રમાણે છે, અને તે ઠીક પણ છે, કેમકે મનુષ્યના શરીરનું દૃષ્ટાન્ત આપીને વનસ્પતિની સચિત્તતા સિદ્ધ કરી છે, તે વનસ્પતિકાયના સ્વરનપ પછી મનુષ્યસ્વરૂપ જાણવાની ઈચ્છા રાખવાવાળા શિષ્યના પ્રતિબંધ માટે ત્રસકાયનું સ્વરૂપ સમજાવવું જોઈએ, કારણકે મનુષ્ય પણ ત્રસકાયની અન્તગત છે. ત્રસકાયના સ્વરૂપને કહેવાની ઈચ્છા રાખવાવાળા શ્રી સુધર્મા સ્વામી આગળનું સૂત્ર કહે છે-રે મિ.' ઈત્યાદિ.
ટસોં કે ભેદ મૂલાથ–તે હું કહું છું એ ત્રસ પ્રાણી છે. જેમ-અંડજ, તિજ, જરાયુજ, રસજ, સંદજ, સંમૂછિમ, ઉજિ અને ઔપપાતિક (ઉપપાતજ) મંદ અને અજ્ઞાનીઓ માટે આ સંસાર કહેવામાં આવ્યું છે. સૂ૦ ૧.
ટીકાથ–જેણે ભગવાનના મુખકમલથી નીકળેલા સમસ્ત જીવાદિ સ્વરૂપના અર્થને રૂડી રીતે સમજી લીધા છે, એ હું કહું છું, અર્થાત્ હે જબ્બ ! ભગવાનના મુખથી જેવું મેં સાંભળ્યું છે તેવું જ તને કહું છું.
રસનામકર્મના ઉદયથી તાપ વગેરેથી પીડા પામીને છાયા વિગેરેની પાસે જવાવાળા દ્વીન્દ્રિય, (બે ઇન્દ્રિય) જીવથી લઈને પાંચ ઇન્દ્રિયવાળા જી સુધી સર્વ વસ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫ ૨