________________
ટીકાથ–શબ્દ આદિ જે ગુણ છે, અર્થાત્ વિષય છે તેજ આવ છે. જેમાં આવર્તન અર્થાત્ બ્રમણ કરવામાં આવે તેને આવર્ત કહે છે. જન્મ, જરા, આધિ, વ્યાધિ આદિ નાના પ્રકારના કલેશેથી પરિપૂર્ણ આ સંસારજ આવત્ત છે. શબ્દ આદિ વિષય સંસારના કારણ છે. સ્વયં સંસાર નથી, પરંતુ અહીં કારણમાં કાર્યને ઉપચાર કરીને શદાદિ વિષયોને જ સંસાર કહ્યો છે. આશય એ છે કે વિષયનું સેવન કરવાથી સંસારની પ્રાપ્તિ થાય છે. તે અભિપ્રાયને દઢ કરવાના ઉદ્દેશ્યથી વાક્યને બદલીને શાસ્ત્રકાર કહે છે-જે આવી છે તે ગુણ છે.” રાગદ્વેષ આદિના આધીન રહેવાવાળા સંસારી જીવ શબ્દ આદિ ગુણેથી વિરકત રહેતા નથી અને મોક્ષમાર્ગને પ્રાપ્ત કરતા નથી.
અથવા-મૂલમાં જે “મુળ” અને “ભાવ પદ આપ્યાં છે. તે સાતમી વિભક્તિમાં છે. એને અર્થ એ થયો કે-જે પુરુષ શબ્દાદિ ગુણેમાં વતે છે તે આવ અર્થાતસંસારમાં વતે છે, અને જે સંસારમાં વર્તે છે તે શબ્દ આદિમાં વતે છે.
શંકા–જે શબ્દાદિ ગુણેમાં વતે છે, તે સંસારમાં વર્તે છે. આ કથનતે ઠીક છે, પરંતુ જે સંસારમાં વતે છે તે નિયમથી શબ્દાદિક વિષયમાં વર્તતા નથી. ભગવાન તીર્થકર ભાવિતાત્મા મુનિ અને પ્રતિમાધારી શ્રાવક સંસારમાં તે વર્તે છે, પરંતુ શબ્દાદિ વિષયમાં વર્તતા નથી. એ માટે આ કથન કેવી રીતે બની શકે છે, કે જે આવર્તમાં વર્તે છે તે શબ્દ આદિમાં વતે છે.”
સમાધાન અનુકૂલ શબ્દ આદિમાં રાગ ઉત્પન્ન થાય છે અને પ્રતિકૂલ શબ્દ આદિમાં દ્વેષ થાય છે. આ પ્રમાણે રાગ-દ્વેષપૂર્વક વિષયમાં પ્રવૃત્તિ કરવી તેનું જ અહીં પ્રકરણ છે. તીર્થકર આદિ રાગ-દ્વેષપૂર્વક વિષયમાં પ્રવૃત્તિ કરતા નથી, માટે આ વાકય તીર્થકર અથવા ભાવિતાત્મા મુનિ આદિના માટે લાગું થતું નથી. આ પ્રમાણે પૂર્વે જે શંકા કરી છે તે શંકાને અહીં સ્થાન નથી.
ગતિ–આગતિરૂપ આવર્ત પણ તેઓને માટે દુઃખરૂપ નથી. સામાન્ય સંસારવર્તીપણું અને વિષયેની સામાન્ય ઉપલબ્ધિ, સર્વ સંસારી માં હોય છે. એથી વિષયની ઉપલબ્ધિને નિષેધ કરી શકાતું નથી. હા, વિષમાં જે રાગ-દ્વેષરૂપ પરિણામ છે, તેજ ત્યાજ્યત્યજી દેવા ગ્ય છે. એટલે ભગવાને કહ્યું છે
“#surોહિં તે િરે નામિનિg” અર્થાત્ કાનને સુખ દેવાવાળા શબ્દ પર પ્રીતિ નહિ કરવી જોઈએ. તથા તેની સામે આવેલા રૂપ, ન દીઠાઅદીઠ કરી શકાતા નથી. તે તો દેખવામાં આવે જ છે, પરંતુ તેમાં કેઈ હાનિ થતી નથી. અલબત્ત એ રૂપ પર રાગ અથવા ઠેષ કરવાથી હાનિ થાય છે. એ માટે વિવેકી પુરુષ રાગ અને દ્વેષને ત્યાગ કરે.
આશય એ છે કે-શબ્દ આદિ વિષયમાં આસકત પુરુષ વનસ્પતિકાયના જીની
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪૨