________________
વિરેધથી રહિત હોય છે. (૧૦) શિષ્ટ પુરૂષ દ્વારા સ્વીકારેલા તત્વને બધ કરાવે છે. (૧૧) અસંદિગ્ધતા–અભિધેય-વાક્યર્થનું સ્પષ્ટ રૂપથી પ્રતિપાદન કરવાના કારણે સંશય ઉત્પન્ન થતું નથી. (૧૨) અપહતા ત્તરત્વ-સમસ્ત ગુણોથી યુક્ત હોવાથી બીજા પક્ષના વાદી તેમાં કોઈ પણ પ્રકારનો દેષ કાઢી શકતા નથી. (૧૩) હૃદયગ્રાહિત્ય–તમામ શ્રોતાવર્ગના હૃદયને હરણ કરવાવાળા (૧૪) દેશકાલાવ્યતીત્વ—દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવને અનુકૂળ. (૧૫) તત્વાનુરૂપત્ન—વિવક્ષિત વસ્તુ એટલે બેલવા માટે મનમાં નક્કી કરેલું, તેના દ્રવ્ય અને પર્યાયના સ્વરૂપને પ્રકાશિત કરવાવાળા, (૧૬) પ્રકીર્ણ પ્રસુતત્વ પ્રસંગ વિના વિસ્તાર સહિત નહિ કહેવું, તથા સંક્ષેપમાં નહિ કહેવું. (૧૭) અન્ય પ્રગૃહીતત્વ-પૂર્વાપર પદેની અને અર્થોની અપેક્ષા રાખવા વાળા, અર્થાત્ પ્રકરણ સંગત. (૧૮) અભિજાતતા–જીવ આદિ તના અત્યન્ત સૂફમ સ્વરૂપનું પણ એટલું સ્પષ્ટ નિરૂપણ કરવાવાળા જેમકે નેત્રથી જોઈ રહ્યા હેય. (૧૯) અતિસ્નિગ્ધ મધુરતા–અમૃત સમાન તૃપ્તિ કરવા વાળા. (૨૦) અપરમમંધિત્વ—બીજાના મર્મને પ્રગટ નહિ કરવા વાળા, અથવા પ્રતિપક્ષીઓના મર્મ (હેતુઓ-યુક્તિઓ ) નું નિરાકરણ–કરવા વાળા. (૨૧) અર્થ ધર્માભ્યાસાનપતતા–પરમાર્થ—અર્થાત્ મોક્ષ તથા મોક્ષના સાધનરૂપ ધર્મને બેધ કરવાવાળા. (૨૨) ઉદારતા–પ્રાણીમાત્રનું કલ્યાણ કરવા કરાવાવાળા, અથવા તુચ્છ અર્થોનું પ્રતિપાદન નહિ કરવા વાળા (૨૩) પરનિન્દાડડમોત્કર્ષવિમુક્તતા-પર નિન્દા અને આત્મપ્રશંસાથી રહિત (૨૪) ઉપગતશ્લાઘત્વ-સર્વહિતકારી હોવાને કારણે સર્વને માટે ઉપાદેય-ગ્રહણ કરવા ગ્ય. (૨૫) અનાનીતત્વ–કાનને અપ્રિય લાગે એવા દેથી રહિત. (૨૬) ઉત્પાદિતાચ્છિન્નકૌતુહલત્વ–નવા-નવા અર્થનું નિરૂપણ કરવાના કારણે વારંવાર સાંભળવાની અભિલાષા ઉત્પન્ન કરવાવાળા, અર્થાત્ ભગવાનના વચનેને વારંવાર સાંભળવા અભિલાષા-ઈચ્છા થાય છે, (ર) અદ્ભતત્વ–શીવ્રતાથી રહિત (૨૮) અનતિવિલસ્મિતત્વ–બહુજ વિલંબથી ઉચ્ચારણ નહિ કરવાવાળા, અર્થા–વાકય સમાપ્ત થયા પહેલાં વિશ્રામ લીધા વિના જ બેલવાવાળા. (૨) વિશ્વમ-વિક્ષેપ-રેષાવેશારિરહિતત્વ-વિશ્વમ અર્થ-બ્રાંતિ, વિક્ષેપ—અર્થાત્ પતિપાદ્ય વસ્તુ તરફ ગફલત, શોષ-અર્થાત્ ક્રોધના આવેશથી રહિત (૩૦) વિચિત્રતા-વર્ણન કરવા યોગ્ય વસ્તુના સ્વરૂપને પ્રકાશિત કરવાના કારણે લેકેનર (૩૧) આહિતવિશેષતા-દ્રવ્ય અને પર્યાયની
શ્રી આચારાંગ સૂત્ર : ૧