________________
સાધારણ જીને આહાર સાધારણ હોય છે અને સાધારણ પ્રાણાપાનનું ગ્રહણ હોય છે. એ પ્રમાણે તેનું આ સાધારણ લક્ષણ કહ્યું છે (૧૮)”
આ પ્રમાણે સિદ્ધ થયું કે એક બીજામાં મળેલા અનન્તજીવસમૂહરૂપથી એક જ શરીરમાં રહેવા વાળાં સાધારણ જીવ છે. એ જેને માટે “સાધારણ જીવ' તથા સાધારણ” શબ્દને પણ વ્યવહાર કરી શકાય છે.
સાધારણ જીવ અનેક પ્રકારના હોય છે. જેમ-સૂરણકદ, રતાળું, પિંડાળ, લસણ, ડુંગળી, ગાજર, આદુ આદિ. વનસ્પતિના મૂળની સાથે જોડાએલા અને જમીનની અંદર રહેવાવાળે ભાગ કંદ કહેવાય છે. આ કંદ અનન્ત જીવેના પિંડ છે.
બાદર વનસ્પતિ સંક્ષેપમાં છ પ્રકારની છે– (૧) અઝબીજ, (૨) મૂળબીજ, (૩) પર્વબીજ, (૪) સ્કલ્પબીજ, (૫) બીજ, (૬) સંમૂર્ણિમ. જે વનસ્પસ્તિઓનું બીજ આગળ રહે છે એવી કરંટક આદિ વનસ્પતિઓ અબીજ કહેવાય છે. મૂળ એજ જેનું બીજ હોય એવી કદી આદિ વનસ્પતિઓ મૂળબીજ છે.-(પાર-સંધિભાગ)માં જેનું બીજ હોય તેને પર્વબીજ કહે છે, જેમકે શેલડી, વસ, નેતર આદિ. સ્કંધ જેનું બીજ હોય તે અરણી શલ્ય, સ્તુહી (ર) વગેરે કંધબીજ કહેવાય છે. શાલી, ઘઉં, જવ, મકાઈ, બાજરી વગેરે બીજથી ઉગવા વાળી વનસ્પતિને બીજરુહ કહે છે. બીજ વિના પણ બળી ગએલી જમીન આદિમાં પણ પૃથ્વી અને જલના સંગમાત્રથી ઉત્પન્ન થવા વાળી વનસ્પતિ તે સંમછિમ કહેવાય છે.
આકરથી પ્રત્યેક વનસ્પતિના સમાન-સરખી–દેખાવાવાળી વનસ્પતિ પણ અનન્ત જીવવાળી હોય છે. તેનું લક્ષણ એ છે કે જેનાં મૂળભાગને તેડવાથી સમાન ચક્રાકાર ભંગ થાય છે, તેમાં નિયમથી અનન્ત જીવ હોય છે. એ પ્રમાણે જેને કન્દ ભાંગવાથી સમાન ચક્રાકાર ભંગ થયો દેખાઈ આવે તેમાં પણ અનન્ત જીવ હોય છે. એજ વાત સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર-પાંદડાં, પુષ્પ, ફલ અને બીજેના વિષયમાં પણ સમજવી જોઈએ. આ પ્રકારને ભંગ પ્રાયઃ કયારે થાય છે કે જ્યારે વનસ્પતિ કાચી હોય છે ત્યારે થાય છે.
એના સિવાય જે વનસ્પતિના વચ્ચમાં સારભાગની અપેક્ષા છાલ ઘણી જ મોટી હોય છે, તે છાલ પણ અનંતજીવવાળી હોય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૮