________________
શરીર પ્રત્યેક શરીર કહેવાય છે. પ્રત્યેકનામકર્મના ઉદયથી એક-એક જીવના શરીર ઔદારિક અને ક્રિય અલગ-અલગ હોય છે. એવા અલગ-અલગ શરીરવાળા જીવ પ્રત્યેકશરીર કહેવાય છે. નારક, દેવ, મનુષ્ય, દ્વીન્દ્રિય આદિ. પૃથ્વીકાય આદિ તથા વૃક્ષ, ગુચ્છ આદિ વનસ્પતિજીવ પ્રત્યેકશરીર છે. તેને પ્રત્યેક અને પ્રત્યેક જીવ પણ કહે છે.
પ્રત્યેક શરીર વનસ્પતિકાય બાર પ્રકારના છે-વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, પર્વગ, તૃણ, વલય, હરિત, ઔષધ, જલરુહ અને કુહણ.
એમાં વૃક્ષ બે પ્રકારના છે–એકાસ્થિક અર્થાત્ એક બીજવાળા, અને બસ્થિક અર્થાત્ ઘણાંજ બીજવાળાં. એક બીજવાળા-લીંબડો, આંબે, જાંબુ અને કૌશલ્બ, આદિ અનેક પ્રકારના છે. બહુબીજક એટલે ઘણા બીજવાળા પણ અનેક પ્રકારના છે. જેમકે – અસ્થિક, તિક, કપિત્થ, અંબાડા, માતુલિંગ (બિ), બિલ્ડ, (બીલી), આમલી, પનસ અને દાડમ આદિ.
એકાસ્થિક અને બહુબીજક વૃક્ષમાં મૂળના એક જીવના આધારે મૂલ, કંદ, સ્કંધ છાલ, શાખા અને પ્રવાલમાં અલગ-અલગ અસંખ્યાત જીવ છે. એક મૂલ જીવ, મૂલથી લઈને ફલ સુધી વૃક્ષના સર્વ અવયમાં વ્યાપ્ત થઈને રહે છે.
શંકા–એકબીજવાળા અને બહુબીજવાળા વૃક્ષના મૂળ, કંદ, સ્કન્ધ, ત્વચાછાલ, શાખા આદિ પ્રત્યેક અસંખ્યાત જીવવાળા છે. આ કથન સાચું છે એમ કેવી રીતે કહી શકાય ? અથવા એ કથન સાચું કેવી રીતે હેઈ શકે?
મૂલથી લઈને ફલ સુધી વૃક્ષ સર્વ એક શરીરાકારજ ઉપલબ્ધ થાય છે. જેમકે દેવદત્તનું શરીર અખંડ એકરૂપજ જોવામાં આવે છે. એ માટે વૃક્ષ એક એક શરીર, રૂપજ છે. તેમાં અસંખ્યાત પ્રત્યેક શરીર કેવી રીતે હોઈ શકે છે?
સમાધાન-મૂલ અને સ્કંધ આદિમાં તે અસંખ્યાત ના પ્રત્યેકનામકર્મના ઉદયથી અલગ-અલગ એક-એક શરીર છે, તે પણ તીવ્ર રાગ-દ્વેષના કારણે ઉપાર્જિત–પ્રાપ્ત કરેલા પ્રત્યેકનામકર્મના પ્રભાવથી જ તે સર્વ આપસમાં–પરસ્પરમાં મળેલા રહે છે, જેમ કેઈ ચિપકની (ચીકણી-ટી જાય તેવી) ચીજમાં મેળવીને બનાવેલી ખસખસની ગળીના પ્રત્યેક ભાગમાં ખસખસનાં બીજ પિતાનું અલગ અલગ અસ્તિત્વ બનાવી રાખે છે. અથવા જેમ ગળ મેળવેલી તલની તલપાપડી–તલસાંકળીમાં તલના દાણા પિત–પિતાના સ્વરૂપમાં વિદ્યમાન રહે છે, તે પ્રમાણે પ્રત્યેકશરીરી અસંખ્યાત જીવ મૂલ, કંદ આદિમાં રહે છે. સાધારણ વનસ્પતિથી તેનામાં એ ભેદ છે કે -પ્રત્યેકશરીરી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૫.