________________
ટીકાઈ–આ અપ્લાયના વિષયમાં દ્રવ્ય અને ભાવરૂપ શસ્ત્રને વ્યાપાર કરવાવાળા પિતાના વ્યાપારને કર્મબંધનું કારણ જાણતા નથી. જે અપ્લાયના વિષયમાં દ્રવ્ય અને ભાવરૂપ શસ્ત્રને ઉપયોગ કરતા નથી, તેને એ વ્યાપારનું જ્ઞાન હોય છે. અર્થાત્ તે શપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાનપરિણાથી તેને ત્યાગ કરી દે છે.
જ્ઞપરિજ્ઞા પછી પ્રત્યાખ્યાનપરિજ્ઞા કેવા પ્રકારે ઉત્પન્ન થાય છે, તે કહે છે-જલના આરંભને કમબંધનું કારણ જાણ કરીને સાધુની મર્યાદામાં રહેવાવાળા બુદ્ધિમાન સ્વયં જલકાયને આરંભ કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, અને જલને આરંભ કરવાવાળાને અનુમોદન આપે નહિ. જે ઉદકશાસ્ત્રના આરંભને જાણે છે, તે પરિજ્ઞાતકમાં મુનિ છે. કૃતિ મિ” ને અર્થ પહેલાનાં પ્રમાણે જાણવું જોઈએ. (સૂ૦ ૧૬) ઇતિ શ્રી આચારાંગ સૂત્રની “ગાવાજન્તામણિ’ ટીકાના ગુજરાતી અનુવાદમાં પ્રથમ અધ્યયનને
ત્રીજો ઉદ્દેશક સમાપ્ત. ને લાસ ના
ચતુર્થોદ્દેશક ઉપક્રમ
ચોથો ઉદ્દેશકપાછળના ત્રીજા ઉદ્દેશકમાં સાધુતાની પ્રાપ્તિ માટે અપ્લાયને નિર્ણય કર્યો અને અષ્કાય અને ઉપયોગ કરવામાં જ્ઞપરિજ્ઞા તથા પ્રત્યાખ્યાનપરિક્ષા પણ બતાવી. હવે તે સાધુતાની પ્રાપ્તિ માટે ક્રમ પ્રાપ્ત અગ્નિકાયનું સ્વરૂપ સમજાવતા થકા-ચોથા ઉદ્દેશકને આરંભ કરે છે. સર્વ પ્રથમ તેજસ્કાયના જીનું અસ્તિત્વ નિશ્ચય કરવા માટે સૂત્ર કહે છે-“હે નેમિ” ઈત્યાદિ.
મૂલાથ–ભગવાનની સમીપ જેવું સાંભળ્યું છે, તેવું કહું છું. સ્વયં અગ્નિકાય રૂપ લેકને અપલાપ કરે નહિ; અને આત્માને અપલાપ પણ કરે નહિ. જે અગ્નિકાયને અ૫લાપ કરે છે, તે આત્માને અપલાય કરે છે. જે આત્માને અપલાય કરે છે તે અગ્નિકાયને અપલાપ કરે છે. (સૂ. ૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૪