________________
ભગવાને કેવલજ્ઞાનથી જાણ કરીને સાધુઓના સંયમની રક્ષા માટે જલને જીવ તરીકે બતાવ્યું છે. સૂત્રમાં આપેલા “' શબ્દથી એ પ્રગટ કરવામાં આવ્યું છે કેજલના આશ્રિત બીજા કીન્દ્રિય આદિ જીવ પણ છે. સંક્ષેપમાં તાત્પર્ય એ છે કેજે પુરૂષ એક ટીપા જલની વિરાધના કરે છે તે ષકાયના જીવને વિરાધક છે. (સૂ. ૧૦)
અપ્લાયશસ્ત્ર
રાકારશકા–જે જલ જીને પિંડ છે. એ પ્રમાણે ભગવાને કહ્યું છે તે જલનું સેવન કરવાવાળા મુનિઓને હિંસાદેષ લાગે છે. એવી સ્થિતિમાં સાધુઓને સંયમ કાયમ કેવી રીતે રહી શકે છે?
સમાધાન–જલ ત્રણ પ્રકારનું છે (૧) સચિત્ત (૨) અચિત્ત અને (૩) મિશ્ર નદી, કુવા,તળાવ આદિનું જલ સચિત્ત છે. સચિત્ત અચિત્ત અને પ્રકારનું ભેગું થયેલું જલ મિશ્રકહેવાય છે. આ બન્ને પ્રકારનાં જલ સાધુઓ માટે અગ્રાહ્યા છે. અચિત્ત જલ બે પ્રકારનું છે.(૧) સ્વભાવથી અચિત્ત અને (૨) શસ્ત્રના સંગથી અચિત્ત. સ્વભાવથી અચિત્ત જલને કેવલી, મન:પર્યયજ્ઞાની, અવધિજ્ઞાની તથા શ્રુતજ્ઞાની જાણે છે, પરંતુ તેનું સેવન કરતા નથી–સેવન કરવાથી અનવસ્થા દેષ આવે છે, અને વ્યવહાર અશુદ્ધ થઈ જાય છે. એ વાત પ્રસિદ્ધ છે કે-કદાચિત્ સ્વભાવથી અચિત્ત જલથી ભરેલું તળાવ તથા સ્વભાવથી અચિત્ત તલ આદિને જોઈને વ્યવહારમાં અશુદ્ધ હોવાના કારણે તરસ અને ભૂખથી પીડિત સાધુઓને પણ પીવા-ખાવાની આજ્ઞા ભગવાને આપી નથી. જે જલ શસ્ત્રના સંગથી અચિત્ત થઈ ગયું હોય તે જલ સાધુઓ માટે ગ્રાહ્યા હોય છે. એ પ્રમાણે કરવાથી જ સંયમનું પાલન થાય છે. તે શસ શું છે? એ બતાવવા માટે કહે છે–“” ઈત્યાદિ.
મલાથ–અષ્કાયના વિષયમાં હે શિષ્ય ! શસ્ત્રનો વિચાર કરે. અષ્કાયનાં શસ્ત્ર જુદાં જુદાં સમજાવ્યાં છે. (સૂ. ૧૧)
ટીકાથ–જેના દ્વારા હિંસા થઈ શકે તે શસ્ત્ર કહેવાય છે, હે શિષ્ય! અષ્કાયના વિષયમાં “આ અપ્લાયનું શસ્ત્ર છે એ પ્રમાણે વિચાર કરો અપકાયનાં શસ્ત્ર સ્વકાય, પરકાય, અને ઉભયકાયના ભેદથી નાના પ્રકારનાં ભગવાને બતાવ્યાં છે. કુવાનું જલ, નદી આદિનાં જલ માટે સ્વકાયશસ્ત્ર છે. એ પ્રમાણે નદી આદિનું જલ કુવાનાં જલ માટે સ્વાયશસ્ત્ર છે. સ્વકાયશસ્ત્રથી પરિણત જલ સાધુઓ માટે ગ્રાહ્ય રહેતું નથી, કારણ કે તે વ્યવહારમાં અશદ્ધ છે. ઉભયકાયશસ્ત્ર છે કુવા આદિનાં જલ, માટે ગરમ જલ, અથવા માટી વગેરેથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૦