________________
કર્મને ઉદય છે તે સૂક્ષમ કહેવાય છે અને બાદરનામકર્મના ઉદયવાળા બાદર કહેવાય છે. તેમાંથી સૂક્ષમ જીવ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારનાં છે. સૂક્ષમ સર્વ લોકમાં વ્યાપ્ત છે. અને બાદર લેકના એક દેશમાં છે. બાદર અષ્કાયના અનેક ભેદ છે. હિમ, ઝાકળ, હરતનુ (તૃણુના અગ્રપર રહેલું પાણી શુદ્ધ શીત,ઉષ્ણ ક્ષાર,અમ્લ, લવણ, ક્ષીર, ઘતેદક આદિ. સર્વ બાદર અપકાય સંક્ષેપથી પર્યાપ્ત તથા અપર્યાપ્તના ભેદથી બે પ્રકારનાં છે. જ્યાં એક બાદર છવ હોય છે. ત્યાં નિયમથી અસંખ્યાત બાદર છવ હોય છે. સમુદ્ર, તળાવ, નદી વગેરે બાદર જીના સ્થાન છે.
બાદર અને સૂક્ષમ બન્ને પ્રકારના જલકાયના જેવી રીતે પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ કરવામાં આવ્યા છે. તે પ્રમાણે શરીરત્રય આદિ બીજા ભેદે પણ છે તે પૃથ્વી કાયના ઉદ્દેશકમાં બતાવેલા છે. તે ત્યાંથી જાણી લેવા જોઈએ.
પૃથ્વીકાયની પ્રમાણે પ્રત્યેક પ્રકારના જીવ અસંખ્યાત છે. અલબત્ત તેના શરીરના આકાર સ્તિબુકબિન્દુ-બુદ–બુદના પ્રમાણે છે.
અપ્લાયજીવપરિણામ
પરિમાણદ્વાર– બાદર પર્યાપ્ત અષ્કાયના જીવ સંવર્તિત લોકપ્રતરના અસંખ્યય ભાગ પ્રદેશના બરાબર છે. બાદર અપર્યાપ્ત તથા સૂફમ પર્યાપ્ત અને અપર્યાપ્ત રાશિઓ અલગ-અલગ અસંખ્યાત લોકાકાશના પ્રદેશોની બરાબર છે. અહિં એટલી વિશેષતા સમજવી જોઈએ કેબાદર પર્યાપ્ત પૃથ્વીકાયની અપેક્ષા બાદર પર્યાપ્ત અષ્કાય અસંખ્યાત ગુણ છે, અને બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયની અપેક્ષા બાદર અપર્યાપ્ત અષ્કાયના જીવ અસંખ્યાત ગુણા છે. સૂક્ષમ અપર્યાપ્ત પૃથ્વીકાયના જીથી સૂકમ અપર્યાપ્ત અષ્કાયિક જીવ વિશેષ અધિક છે. તથા સૂક્ષ્મ પર્યાપ્ત પૃથ્વીકાયની અપેક્ષા સૂક્ષમ પર્યાપ્ત અષ્કાયના જીવ વિશેષ અધિક છે. (સૂ. ૯).
શ્રી સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને સંબોધન કરીને કહે છે-“pહું 'ઈત્યાદિ.
મૂલાથ–હે શિષ્ય! જિનશાસનમાં અણગારેને માટે આ વ્યાખ્યા કરવામાં આવી છે, કે જલ જીવ છે. (સૂ. ૧૦)
ટીકાથ– શબ્દ સંબધન માટે છે. તેનું તાત્પર્ય એ થયું કે હે જબૂ! આ જિનશાસનમાં નિશ્ચયથી અણગારના અર્થાત્ દ્રવ્ય અને ભાવગ્રહથી રહિત મુનિઓના બેધ માટે “જલ જીવ છે આ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. જલ, જીને પિંડ છે, એ પ્રમાણે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૦૯