________________
એક કોડા-કોડી સાગરોપમની સ્થિતિમાં લાવવામાં આવે છે. કહ્યું પણ છે.
સમસ્ત કર્મપ્રકૃતિઓ જ્યારે પત્યના અસંખ્યાતમાં-ભાગ ઓછા-એક કોડા-કોડીની સ્થિતિવાળી હોય છે, ત્યારે ગ્રંથિ થાય છે.” તા.
કમ આ પ્રમાણે છે-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અન્તરાય આ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ-ત્રીસ કોડા-કોડી સાગરોપમની છે. નામ અને ગોત્રની વીસ વીસ કીડા-કોડી સાગરોપમની છે. અને મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીતેર (૭૦) કોડા-કોડી સાગરોપમની છે. યથાપ્રવૃત્તિકરણ દ્વારા જીવ તમામ ઉત્કૃષ્ટ સ્થિતિને ઓછી કરીને–એટલી ઓછી કરી નાંખે છે કે–સાતે કર્મોની સ્થિતિ સમાનરૂપથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ઓછા એક સાગરોપમ કોડા-કોડીની બાકી રહી જાય છે એના વચમાં–થાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મોની નિજર કરતા થકા જીવનાં જેટલાં કર્મોની નિર્જરા નથી થતી અર્થાત્ જે કર્મ શેષ રહી જાય છે તે તીવ્ર રાગદ્વેષપરિણામરૂપ કર્મ, ગ્રંથિના સમાન હવાના કારણે ગ્રંથિ (ગાંઠ) કહેવાય છે.
જેવી રીતે કાષ્ઠ (લાકડા) વિશેષની અત્યન્ત કઠિન, મજબુત અને એકદમ સૂકી અંદરની ગાંઠ દુર્ભેદ્ય હોય છે, એ પ્રમાણે રાગ-દ્વેષપરિણામરૂપ કર્મવિશેષ પણ દુર્ભેદ્ય હોય છે. એટલા માટે તે કર્મ, ગ્રંથિ કહેવાય છે.
અભવ્ય જીવ પણ યથાપ્રવૃત્તિકરણદ્વારા કર્મને ક્ષય કરીને અનંતવાર ગ્રંથિ સુધી પહોંચે છે. કેઈ કેઈ ગ્રંથિ સ્થાનને પ્રાપ્ત થઈને પાછા નીચે પડી જાય છે. કઈ-કઈ ગ્રંથિ સ્થાન ઉપરજ રહી જાય છે. આગળ વધી શકતા નથી.
કેઈ અભવ્ય પણ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથી સુધી આવીને તીર્થકર ભગવાનના અતિશયને જોઈને, લબ્ધિધારી ભાવિતાત્મા મહાત્માને મહિમા જઈને, અથવા કઈ અન્ય પ્રયોજનથી પ્રવૃત્તિ કરતે થકે, સૂત્ર, અર્થ અને તદુભય આગમના શ્રવણ અથવા પઠનરૂપ શ્રુત-સામાયિકને પ્રાપ્ત કરી લે છે, પરંતુ તે અપૂર્વકરણ આદિને પ્રાપ્ત કરી શકતા નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯૬