________________
થક ભવ્ય જીવ જ્ઞાન-દર્શનારપ ઉપયોગસ્વભાવવાળા હેવાના કારણે. અનાદિ કાલથી મિથ્યાદષ્ટિ હોવા છતાંય પણ અમુક પ્રકારની ભાવસ્થિતિને પરિપાક હોવાથી તેને શુભ પરિ. ણામરૂપ અધ્યવસાય ઉત્પન્ન થાય છે. તે અધ્યવસાયનાં સ્થાન મંદ, મધ્યમ અને તીવ્ર હોય છે. તેમાં જઘન્ય શુભ પરિણામનું સ્થાન વિશુદ્ધ છે, તેનાથી ઉત્કૃષ્ટ વિશુદ્ધતર છે, અને એનાથી પણ ઉત્કૃષ્ટ શુભ પરિણામ વિશુદ્ધતમ છે. આ સ્થાનને પ્રાપ્ત જીવના વધતા ગયેલા શુભ પરિણામોમાંથી એક એવું પરિણામ ઉત્પન્ન થાય છે કે જેના દ્વારા તીર્થકર આદિના ઉપદેશ વિનાજ સ્વયમેવ, જીવને કર્મોને ઉપશમ આદિ થવાથી શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય છે.
ક્રમ આ પ્રકારે છેબે પ્રકારના જીવ શ્રદ્ધા પ્રાપ્ત કરવાની અધિકારી છે. (૧) અનાદિમિથ્યાષ્ટિ અને (૨) સાદિમિથ્યાષ્ટિ. જે જીવે પહેલા ક્યારેય સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. નથી તે અનાદિ મિથ્યાષ્ટિ કહેવાય છે. જે ભવ્ય જીવે પહેલાં સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હતું પરંતુ પછીથી અનન્તાનુબંધી કષાયના ઉદયથી ફરીથી મિથ્યાત્વ આવી ગયું. પણ તે મિથ્યાત્વ જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ દેશેન અદ્ધ પુદગલપરાવર્તન સુધી રહે છે. તે જીવ સાદિમિથ્યાષ્ટિ છે.
યથાપ્રવૃતિકરણ
યથાપ્રવૃત્તિકરણ– આ પ્રકારના અને મિથ્યાદષ્ટિ જીના અધ્યવસાય પહેલાના જન્ય શુભ પરિણામથી લઈને ઉત્તરોત્તર વધતા શુભ પરિણામ, પરિણામવિશેષ કહેવાય છે. તે પરિણામવિશેષને અથાગવૃત્તિવાન કહે છે. “યથાપ્રવૃતિવનો શબ્દાર્થ આ પ્રકારે છે–ચાર અર્થાત્ અનાદિ કાલીનરૂપથી જેની “પ્રવૃત્તિ' હોય તે “થાપ્રવૃત્તિ કહેવાય છે. જેનાથી કને ક્ષય કરવામાં આવે છે, જીવના તે શુભ પરિણામને “પણ કહે છે. યથાપ્રવૃત્તિરૂપ વાળ તે “યથાપ્રવૃત્તિનું કહેવાય છે. કર્મક્ષયના કારણભૂત અધ્યવસાય હંમેશાં બની રહે છે, કેમકે ઉદયાવલિકામાં આવેલાં કર્મોને હમેશાં ક્ષય થયા કરે છે.
થાકવૃત્તિવાળ ભવ્ય જીવને પણ થાય છે, અને અભવ્ય જીવને પણ થાય છે, પરંતુ આગળ કહેવામાં આવશે તે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ ભવ્ય જીવને જ થાય છે, અભવ્ય જીને થતાં નથી.
- મિથ્યાત્વને વશ થઈને અનન્ત પુગલપરાવર્તને સુધી અનન્ત દુખેને ભેગવ્યા પછી કઈ પણ પ્રકારે આ પ્રકારની ભાવસ્થિતિને પરિપાક થવાથી પ્રહાડી નદીના પ્રવાહમાં વહેવાવાળે–ગબડવાવાળો, ઘસાતો જતે પથ્થર જેવી રીતે ગોળમટેળ બની જાય છે, એ પ્રમાણે અજાણતાં પણ યથાપ્રવૃત્તિકરણરૂપ વિશુદ્ધ પરિણામના કારણે આયુકર્મને ત્યજીને બીજા જ્ઞાનાવરણીય આદિ સાત કર્મ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ-ઓછાં
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯૫