________________
મંગલાચરણ / અવતરણા
આચારાંગ સત્રની આચારચિન્તામણિ ટીકાને ગુજરાતી અનુવાદ
મંગલાચરણ. ભવ્ય જીના તમામ મને રથ પૂર્ણ કરવાવાળા શ્રી વીર ભગવાનને પ્રણામ કરીને, તથા વિવિધ પ્રકારની લબ્ધિઓના ધારક,ચૌદ પૂર્વેના જ્ઞાતા, આધ્યાત્મિક શક્તિથી સમ્પન્ન શ્રી ગૌતમ ગણધરને નમસ્કાર કરીને સકલ દેથી રહિત હોવાના કારણે તથા વાસ્તવિક વસ્તુસ્વરૂપને પ્રકાશિત કરવાના કારણે ઉજજવલ જિનવાણીને હદયમાં ધારણ કરીને–
ધારીલાલ મુનિ પ્રયત્ન કરીને, ભવ્ય પુરૂષોની તથા મુનિજનેની ઈષ્ટ સિદ્ધિ માટે, શ્રી આચારાંગરૂપ સૂત્ર (દેરા)માં ભગવદુભાષિત-વિવિધ આચાર રૂપ મણિને માલારૂપમાં પરેવું છું. ભવ્ય મનુષ્ય તેને હમેશાં હૃદયમાં ધારણ કરે. જડદ્રવ્ય રૂપ ચિન્તામણિ હૃદય પર અર્થાત્ વક્ષસ્થળ ઉપર ધારણ કરાય છે. કિન્તુ આ આચારચિન્તામણિ (ટીકા) હદયમાં ધારણ કરવા ગ્ય છે. ૨.
આ અઢી દ્વીપની અંદર, પંદર કર્મભૂમિરૂપી નન્દન–વનમાં સમ્યકત્વરૂપ ક્યારીમાં આત્મરૂપી કલમ્બ-કલમ (ડાળી), તીર્થકરનેત્ર બાંધવામાં કારણભૂત વીસ સ્થાની વારંવાર આરાધનારૂપી જલથી વૃદ્ધિ પામીને તીર્થકરરૂપ નૂતન–નવીન કલ્પવૃક્ષ ઉત્પન્ન થાય છે.
ભગવાન્ કે વચનોં મેં કલ્પવૃક્ષ કે કુલોં કે પચ્ચીસ (૨૫) ગુણોં કી ઉપમા
જેવી રીતે કલ્પવૃક્ષોના ફૂલેમાં સૌન્દર્ય આદિ ગુણ દેખાય છે, તે પ્રમાણે તીર્થકરેના વચનેમાં પણ સૌન્દર્ય આદિ તમામ ગુણે દેખાય છે. બંનેમાં સમાન રૂપથી દેખાતા ગુણે આ પ્રકારના છે–
(૧)-સૌન્દર્ય, (૨)–સુગંધ, (૩)-ત્રિદોષનાશકપણું, (૪)-સાત ધાતુની પુષ્ટિ કરનાર, (૫)-ચામડી, વાળ-બળકારીપણું, (૬)-હૃદયને આનંદકારક, (૭)-તાપનું શમન કરવાપણું, (૮)-શભાકારીપણું, (૯)-ઉત્સાહકપણું, (૧૦)-ફૂર્તિજનકપણું, (૧૧)વીર્યવર્ધકપણું, (૧૨)-શ્રમનિવારણપણું, (૧૩)-મધુરતા (૧૪)–સ્નિગ્ધતા-ચિકણ– પણું, (૧૫)-અહુદલતા, (૧૬)-વિષવિનાશકપણું, (૧૭)- મકરંદ-પુષ્પરસ-ધારકતા, (૧૮)-વ્યાધિવિનાશકતા, (૧૯)-વિકસનશીલતા, (૨૦)-તૃષ્ણાનિવારકતા,
શ્રી આચારાંગ સૂત્ર : ૧