________________
પ્રાણાતિપાત
અઢાર પાપસ્થાન
(૧) પ્રાણાતિપાત– જીના પ્રાણાતિપાત કરવાના અધ્યવસાયથી પ્રાણાતિપાતકિયા થાય છે. હિંસારૂપ પરિણામના સમયે જ પ્રાણાતિપાતક્રિયા થાય છે. પ્રાણાતિપાતને અધ્યવસાય થવા માત્રથી પણ જ્ઞાનાવરણ આદિ કર્મ ઉત્પન્ન થાય છે કહ્યું છે. કે –
“परिणामियं पमाणं णिच्छयमवलंबमाणाणं." અર્થાત–પ્રાણાતિપાત કરવાને નિશ્ચય કરવાવાળાનાં પરિણામ જ કર્મબંધનું કારણ છે.
આ પ્રાણાતિપાત ક્રિયા ષડૂજીવનિકાયના વિષયમાં થાય છે. દેરડાં આદિમાં સર્પઆદિની ભાવનાથી મારવાને અધ્યવસાય છે તે પણ જીવવિષયક અધ્યવસાય છે. ત્યાં “આ સર્પ છે આ પ્રકારની ભાવનાથી મારવાને અધ્યવસાય થાય છે. એટલા કારણથી ત્યાં રસી–દેરડાંમાં-સર્ષના વધની ભાવનાયુક્ત પુરૂષ સર્પવધજન્ય પ્રાણાતિપાત કિયાને સ્પર્શે છે. અજીવવિષયક મારવાના અધ્યવસાય તે થઈ શક્તા નથી–રસીને રસી (દેરડી) સમજીને કઈ રસી–દેરડામાં મારવાની ભાવના કરતા નથી, તે માટે ષડૂજીવનીકામાં જ પ્રાણાતિપાતની ક્યિ પ્રવૃત્ત હોય છે. અજીવમાં નહિ. કહ્યું પણ છે –
ભગવાન ! શેમાં જીને પ્રાણાતિપાતિકી ક્રિયા થાય છે? ગૌતમ! છ જવનિકામાં.”
મૃષાવાદ
મૃષાવાદસત્ –ને ખોટું કહેવું અને અને સાચું કહી તેનું પ્રપણ કરવું તે મૃષા. વાદ-સમસ્ત દ્રવ્ય અને પર્યાના વિષયમાં થાય છે.
અદત્તાદાન
(૩) અદત્તાદાનઅદત્ત અર્થાત્ દેવ-ગુરૂ આદિદ્વારા જેની આજ્ઞા મળી ન હોય, તેવી વસ્તુને ગ્રહણ કરવી તે અદત્તાદાન છે. જે વસ્તુ ગ્રહણ કરી શકાય છે, અથવા ધારણ કરી શકાય છે તે વસ્તુનું આદાન થઈ શકે છે. બીજી વસ્તુનું નહિ. કહ્યું પણ છે –
ભગવન! કઈ વસ્તુમાં અદત્તાદાન દ્વારા ક્રિયા થઈ શકે છે? ગૌતમ! ગ્રહણ કરવા અને ધારણકરવા યોગ્ય દ્રામાં.” (ભાગ. સ. ૧ ઉ. ૬)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬ ૦