________________
જેવી રીતે ઉણસ્પર્શ, આગામી શીતસ્પર્શની ઉત્પત્તિને રોકે છે, અને પૂર્વ કાલીન શીતસ્પર્શને નાશ કરવામાં પણ સમર્થ થાય છે. આ વાત લોકમાં જોવામાં આવે છે, તે પ્રમાણે ચારિત્રસહિત સમ્યજ્ઞાન પણ સમસ્ત કર્મોના ક્ષય માટે સમર્થ થાય છે.
સારાંશ એ છે કે –સમ્યજ્ઞાન તેજ છે કે જે–જીવ–અજીવ આદિને પરિણામી જાણે છે. આત્મા આદિને એકાન્ત અપરિણામી, ફૂટસ્થ, નિત્ય સમજવાવાળું જ્ઞાન તે સમ્યજ્ઞાન નથી. તે જ્ઞાન વિપરીત વસ્તુનું બેધક હોવાથી મિથ્યા છે. હ. અગર સંવરપ ચારિત્રથી યુક્ત સમ્યજ્ઞાનને અગ્નિસમાન માનીને તેને સર્વ કર્મોના ક્ષય કારણે માને છે; જેવી રીતે કહ્યું છે કે “જેમ વધેલી અગ્નિ લાકડાને બાળી નાંખે છે.” એ તે અમારાજ મતનું સમર્થન કર્યું છે, અર્થાત તે કંથન તે અમારે પણ ઈષ્ટ છે,
આ પ્રમાણે સંક્ષેપમાં કર્મવાદીના પ્રકરણનું વર્ણન કરવામાં આવ્યું છે, અધિક વિવરણ શાસ્ત્રોથી સમજી લેવું જોઈએ.
ઇતિ કર્મવાદિ પ્રકરણ ક્રિયાવાદિ પ્રકરણ
ઠિયાવાદીનું પ્રકરણ જે ભવ્ય જીવ આ પ્રમાણે કર્મબંધના જ્ઞાતા છે, અને કર્મના સ્વરૂપનું નિરૂપણ કરવાવાળા છે; તેજ કમવાદી સાચા કિયાવાદી છે.
કરવું તે કિયા છે, અથવા જીવ દ્વારા જે કરવામાં આવે તે ક્રિયા છે. કર્મબંધનું કારણ ચેષ્ટા, ક્રિયા છે. મન, વચન, કાયા સંબંધી એ ક્રિયા યથાસંભવ વેગ કહેવાય છે. અથવા જેના દ્વારા જીવ વીર્યાન્તરાય-કર્મના ક્ષપશમથી ઉત્પન્ન પર્યાયયુક્ત બને છે, તેને ચેગ કહે છે. વીર્યન્તરાયના ક્ષપશમથી ઉત્પન્ન, મનયુક્ત આત્મપ્રદેશમાં રહેલા વીર્યના પરિણમન તે મને. કહેવાય છે વીર્યાન્તરાયના ક્ષયપશમથી ઉત્પન્ન, વચન-યુક્ત આત્મપ્રદેશમાં રહેલા વીર્યના પરિણમન કાયમ કહેવાય છે. આ ક્રિયા સકલ કર્મબંધનું કારણ છે. એટલા માટે ભવ્ય પુરૂષ ક્રિયાને સર્વ કર્મોનું કારણ અને આત્માની પરિણતિરૂપ સમજે છે. તે કારણથી “ક્રિયા સમસ્ત કર્મોનું કારણ અને આત્માની પરિણતિરૂપ છે.” આ પ્રમાણે જાણવાવાળાને ક્રિયાવાદી-ક્રિયાના સ્વરૂપનું કથન કરવા વાળા સમજવા જોઈએ.
કિયા એ કર્મનું કારણ છે, એ વાત ભગવાને ભગવતીસૂત્રમાં કહી છે, તે આ પ્રમાણે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫ ૬