________________
દેશધાતિ પ્રકૃતિયાઁ (૨૫)
દેશઘાતી પ્રકૃતિઓ– હવે દેશઘાતી પ્રકૃતિઓનું કથન-નિરૂપણ કરવામાં આવે છે-(૧) મતિજ્ઞાનાવરણીય, (૨) શ્રતજ્ઞાનાવરણીય, (૩) અવધિજ્ઞાનાવરણીય, (૪) મન:પર્યયજ્ઞાનાવરણીય, આ ચાર જ્ઞાનાવરણીય છે , તથા (૧) ચક્ષુદર્શનાવરણીય, (૨) અચક્ષુર્દર્શનાવરણીય, (૩) અવધિદર્શનાવરણીય, આ ત્રણ દર્શનાવરણીય, ૭, તથા સંજવલન–ક્રોધ, માન, માયા, લેબ, એ ચાર કષાય, ૧૧, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા. સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસકવેદ ના ભેદથી નવ નેકષાય, ૨૦,તથા દાનાન્તરાય લાભાન્તરાય,ભેગાન્તરાય, ઉપભેગાન્તરાય, અને વર્યાન્તરાય. આ પાંચ અન્તરાય ૨૫, બધી મળીને પચીસ દેશઘાતી પ્રકૃતિએ છે.
મતિજ્ઞાનાવરણીય આદિ ચાર પ્રકૃતિઓ કેવલજ્ઞાનાવરણીય દ્વારા આવૃત એક દેશ જ્ઞાનને ઘાત કરે છે, તેટલા માટે તેને દેશઘાતી પ્રકૃતિ કહે છે.
મતિજ્ઞાન આદિના વિષયભૂત પદાર્થોનું જે જ્ઞાન થતું નથી તે મતિજ્ઞાનાવરણીય આદિ પ્રકૃતિઓના ઉદયથીજ સમજી લેવું જોઈએ. અને જે પદાર્થ મતિજ્ઞાનાદિને વિષય નથી તેના જ્ઞાનને અભાવ કેવલજ્ઞાનાવરણીય પ્રકૃતિના ઉદયથી હોય છે.
ચક્ષુન્દર્શનાવરણીય આદિ ત્રણ પ્રકૃતિએ કેવલદશનાવરણીય દ્વારા અનાવૃત કેવલદર્શનના એકદેશ જ્ઞાનને ઘાત કરે છે. એ કારણથી તે દેશઘાતી છે ચક્ષુદર્શન આદિના વિષયભૂત પદાર્થોનું જે જ્ઞાન થતું નથી તે ચક્ષુદર્શનાવરણીય આદિ પ્રકૃતિના ઉદયથી સમજવું જોઈએ, અને કેવલદર્શનના વિષયભૂત અનન્ત ગુણાના જ્ઞાનને જે અભાવ થાય છે તે કેવલદર્શનાવરણીયના ઉદયથીજ સમજવું જોઈએ.
ચાર સંજવલન કષાય અને નવ નકષાય પ્રાપ્ત થયેલા ચારિત્રના એક દેશને જ ઘાત કરે છે કારણ કે તે મૂલગુણે અને ઉત્તરગુણેમાં અતિચાર ઉત્પન્ન કરે છે, આ કારણથી તે તેર પ્રકૃતિએ દેશઘાતી છે. એ પ્રમાણે સમજવું જોઈએ.
અન્તરાય કમની પાંચ પ્રકૃતિએ પણ દેશઘાતીજ છે. દાન, લાભ, ભેગ અને ઉપભોગ, એ ચારના વિષય ગ્રહણ અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યજ છે, અને એવા દ્રવ્ય સમસ્ત મુદ્દગલાસ્તિકાયના અનન્ત ભાગ છે, તેથી જે પ્રકૃતિઓના ઉદયથી પુદગલાસ્તિકાયના એક દેશવતી દ્રવ્યોને દાન, લાભ, ભોગ અને ઉપગ ન થઈ શકે, તે દાનાન્તરાય આદિ પ્રકૃતિઓ પણ દેશઘાતી છે.
સમસ્ત લેકના અન્તર્ગત દ્રવ્યોનો દાન, લાભ, ભેગ અને ઉપભેગ થઈ શકતે નથી. તે આ દાનાન્તરાય આદિ પ્રકૃતિઓના ઉદયથી નહિ, પરંતુ તે દ્રવ્યને ગ્રહણ અને
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪૬