________________
પણ અવશ્ય લેવું જોઈએ, અને તે કાર્ય જીવ અને કર્મના પરિણામરૂપ પુણ્ય અને પાપ છે. જેવી રીતે ખેતી આદિ ક્રિયાઓમાં શાલિ–ડાંગર, જવ, ઘઉં આદિ ફલ નિયમથી થાય છે. આ કારણથી અનુમાન છે.
આ પ્રમાણે કાર્યથી પણ કારણનું અનુમાન થાય છે. જેમ શરીર આદિનું કારણ જરૂર છે, કારણ કે તે કાર્ય છે, જેવી રીતે ઘટનું કારણ માટી, દંડ, ચક્ર-ચાકળે, આદિ સામગ્રીથી યુક્ત કુંભાર હોય છે.
કા–શરીર આદિનું કારણ પ્રત્યક્ષથી જણાતા માતા-પિતા આદિ માનવા જોઈએ.
સમાધાન દેખાવાવાળા કારણની સમાનતા હોવા છતાંય પણ શરીરમાં સુરૂપતા કુરૂપતા આદિની વિચિત્રતા જોવામાં આવે છે, તેથી તેમને કારણ માની શકાશે નહિ. આ વિચિત્રતા અદષ્ટ કારણ-કર્મના વિના હોઈ શકે નહિ. શુભ શરીર આદિ પુણ્યનું કાર્ય છે. અને અશુભ શરીર આદિ પાપનું કાર્ય છે. તે કારણથી પુણ્ય અને પાપના ભેદથી કર્મ બે પ્રકારનાં સિદ્ધ થાય છે.
- પુણ્યકર્મ અને પાપકર્મ અને સ્વતંત્ર-ભિન્ન છે. આ વિષયમાં આગમ પણ પ્રમાણ છે, સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે-“પુણ્ય એક છે, પાપ એક છે.” એ જ પ્રમાણે રમવાચા-સૂત્રમાં પણ કહ્યું છે.
સર્વધાતિ પ્રકૃતિય (૨૦)
સર્વઘાતી પ્રવૃતિઓ (૧) કેવલજ્ઞાનાવરણીય, (૨) કેવલદર્શનાવરણીય, (૩) નિદ્રા, (૪) નિદ્રાનિદ્રા (૫) પ્રચલા, (૬) પ્રચલપ્રચલા, (૭) સત્યાનદ્ધિ, (૮-૧૧) અનન્તાનુબંધી–ધ, માન, માયાલોભ,(૧૨-૧૫) અપ્રખ્યાતાવરણ–ધ, માન, માયા, લોભ,(૧૬–૧૯) પ્રત્યાખ્યાનાવરણ -કેધ, માન, માયા, લાભ, (૨૦) મિથ્યાત્વ. આ વીસ પ્રકૃતિઓ સર્વઘાતી છે.
કેવલજ્ઞાન સમસ્ત આવરણનાં ક્ષયથી પ્રગટ થવાવાળું, તથા સમસ્ત દ્રવ્યો અને પર્યાયને ગ્રહણ કરવા વાળું છે, તેને આચ્છાદિત કરવાવાળું કર્મ કેવલજ્ઞાનાવરણીય કહેવાય છે. એ કર્મ કેવલ જ્ઞાનને ઘાત કરીને સમસ્ત દ્રવ્ય-પર્યાના જ્ઞાનને ઘાત કરે છે. એટલા માટે તે સર્વઘાતી કહેવાય છે.
શકા–સર્વ જીવેને કેવલજ્ઞાનને અનન્ત ભાગ પ્રગટ રહે છે. પણ જો એટલે પણ પ્રગટ ન રહે તે જીવ; અજીવ થઈ જશે. આવી સ્થિતિમાં કેવલજ્ઞાનાવરણીય સર્વઘાતી કેવી રીતે થઈ શકે છે?
સમાધાન –જેવી રીતે અત્યન્ત, સઘન મેઘપટલ (ઘનઘોર વાદલ) દ્વારા સૂર્ય અથવા ચન્દ્રમાની ઘણીખરી પ્રભા-કાંતિ ઢંકાઈ જાવાથી લેકમાં કહેવાય છે કે સૂર્ય–ચંદ્રની
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪૪