________________
શ્રદ્ધા તેને મિથ્યાત્વ કહે છે (૧). સાવદ્ય વેગમાં પ્રવૃત્તિ કરવી તે અવિરતિ છે (૨). સમ્યક્ ઉપયોગને અભાવ તે પ્રમાદ કહેવાય છે, અથવા મોક્ષમાર્ગના વિષયમાં શિથિલતા થવી તે પ્રમાદ છે (૩). જેના દ્વારા આત્મા કષાય અર્થાત્ વારંવાર જન્મ મરણને કલેશ ભેગવવાય તેને કષાય કહે છે. કષાય, મેહ કર્મથી ઉત્પન્ન આત્માની એક પરિણતિ છે. અથવા–જ્યાં શારીરિક અને માનસિક દુખેથી જીવ કષાય અર્થાત્ પીડાય તેને કષ અર્થાત્ સંસાર કહે છે, અને તે સંસારની આય-પ્રાપ્તિ જેનાથી હોય તે કષાય કહેવાય છે (૪). જેનાથી આત્મા વ્યાપ્ત હોય એવા મન, વચન અને કાયાના વ્યાપાર તે રોગ કહેવાય છે. (૫), કહ્યું છે કે –
“ર મારવાના પત્તા, સંજ્ઞા-મરજીત્ત, વિર, માયા, ચા નો.” (સમવાયાંગ, સમવાય ૫,) અહિં “બારંવાર” ને અર્થ એ છે કે -આશ્રવના દ્વાર, અર્થાત બંધના કારણુ.
આ પાંચ કારણેમાં કષાય પ્રધાન છે – મુખ્ય છે. ક્રોધ, માન, માયા અને લોભના ભેદથી તે ચાર પ્રકારના છે. કષાયના તે ચારે ય ભેદ રાગ–અને શ્રેષમાં સમાઈ જાય છે. કહ્યું છે કે
“બે સ્થાનેથી પાપકર્મોને બંધ થાય છે. તે આ પ્રમાણે છે-રાગથી અને શ્રેષથી. રાગ બે પ્રકારને છે-માયા અને લોભ. દ્વેષ પણ બે પ્રકારને છે-ક્રોધ અને માન” (સ્થા. સ્થાન ૨-ઉ. ૨).
બંધ ચાર પ્રકારના છે-(૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ, (૩) અનુભાવબંધ (૪) પ્રદેશબંધ. કહ્યું પણ છે
“બંધ ચાર પ્રકારના છે. (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ, (૩) અનુભાવબંધ, (૪) પ્રદેશબંધ, (સમ. સ. ૪)
પ્રકૃતિ અર્થાત્ સ્વભાવ –આત્મા દ્વારા ગ્રહણ કરેલા કર્મપુદ્ગલોમાં અમુકઅમુક પ્રકારની શક્તિ (સ્વભાવ)નું ઉત્પન્ન થઈ જવું તે પ્રકૃતિબંધ છે. જેવી રીતે લીંબડામાં કડવાશ અને ગળમાં મધુરતા હોય છે.
પ્રકૃતિ બે પ્રકારની છે- (૧) મૂલપ્રકૃતિ અને (૨) ઉત્તરપ્રકૃતિ. કર્મને મૂલ સ્વભાવ તે મૂલપ્રકૃતિ કહેવાય છે. તે મૂલ પ્રકૃતિના આઠ ભેદ છે– (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. કહ્યું છે કે –
આઠ કર્મ પ્રકૃતિએ છે, તે આ પ્રમાણે-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય.” (પ્રજ્ઞા. પદ ૨૧ ઉ. ૧ સૂ. ૨૮૮)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૩૫